BJPએ ધડાધડ આટલા સાંસદોની ટિકિટ કેમ કાપી નાંખી? થયો ચોંકાવનારો ખુલાસો
વિદ્રોહ, સત્તા વિરોધી લહેર અને સ્થાનિક મુદ્દાઓના લીધે સાંસદોના પ્રત્યે નારાજગીથી બચવા માટે ભાજપ પોતાના નજીકના એક તૃત્યાંશ સાસદોની ટિકિટ કાપી શકે છે. ભાજપે અત્યાર સુધી 2014મા જીતનાર અંદાજે 71 સાંસદોને ટિકિટ ના આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય અંદાજે 26 સીટો એવી છે જેના પર ટિકિટનો નિર્ણય લેવાનો હજુ બાકી છે.
ભાજપ દેશભરમાં 400 સીટો પર ચૂંટણી લડશે અને બાકી સીટો સહયોગી પાર્ટીઓ માટે છોડશે. 2014મા જીતનાર જે સાંસદોને ટિકિટ કપાઇ છે તેમની જગ્યા પર જેમને ટિકિટ મળી છે તેઓ ભાજપ માટે 2014 જેવી લહેર ઉભી કરી શકશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. 10 વર્ષથી વધુ સમય સુધી સત્તામાં રહેનાર પાર્ટીને સ્થાનિક સત્તા વિરોધી લહેરનો ખૂબ સામનો કરવો પડ્યો છે. 2014મા કોંગ્રેસ પાર્ટીને આનાથી સૌથી મોટું નુકસાન થયું હતું. જો કે મોદીને હજુ સત્તામાં પાંચ વર્ષ જ થયા છે પરંતુ જે રાજ્યોમાં લાંબા સમયથી ભાજપની સરકાર છે, ત્યાં પણ તેની અસર દેખાય શકે છે.
જે સીટો પર હાલ સાંસદોની ટિકિટ કપાઇ છે આ સિવાય બીજી કેટલીય સીટો પર સત્તા વિરોધી લહેરની વાતો ઉઠી રહી હતી, પરંતુ ભાજપ અધ્યક્ષ અમિત શાહે નક્કી કર્યું કે પીએમ મોદીના જનાધાર અને સંગઠનાત્મક પકડથી તેના પર કાબૂ મેળવી શકે છે. કહેવાય જે સાંસદોનો રિપોર્ટ કાર્ડ ઠીક નથી, તેને લઇ પાર્ટી અધ્યક્ષ અમિત શાહ મોદીના નામ પર લડશે. પીએમ મોદીએ પણ શુક્રવારના રોજ યુપીની સહારનપુર રેલીમાં કહ્યું હતું કે તમારો એક-એક વોટ સીધો જ મને મજબૂત બનાવશે.
પીએમ મોદીએ શુક્રવારના રોજ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમણે દેશની પ્રજાથી એક વખત ફરીથી મોટો જનાદેશ મળશે અને તેઓ બીજી વખત સરકાર બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં સત્તા વિરોધી નહીં પરંતુ સત્તા સમર્થક લહેર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
The post BJPએ ધડાધડ આટલા સાંસદોની ટિકિટ કેમ કાપી નાંખી? થયો ચોંકાવનારો ખુલાસો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/one-third-of-sitting-mps-seat-cut-lok-sabha-election-2019/
via Best Gujarati News
0 Comments