News@12 PM: સેન્સેક્સ પ્રથમવાર 39,000 ક્રોસ, કેજરીવાલે રાહુલ ગાંધી પર આપ્યું મોટું નિવેદન સહિતના સમાચાર
દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન પર સસ્પેંસ ખત્મ થઇ ગયું તથા ચૂંટણીના માહોલમાં માસ્ટર સ્ટ્રોક મારવા માટે જાણીતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીનો પડકાર ઝીલી લઈ સીધા સવાલ-જવાબ માટે તૈયારી બતાવી તેમજ ISRO એ PSLV C-45 રોકેટને અંતરિક્ષમાં મોકલ્યું અને ગુજરાતમાં છેલ્લાં ઘણાં દાયકાઓથી લેવાતી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષા હવે ઈતિહાસ બની જશે તથા સોમવારે, સેન્સેક્સ પ્રથમ વખત 39 હજારના સ્તરે પહોંચી ગયો સહિતના અગત્યના સમાચાર
વધુ વાંચવા કરો ક્લિક-1: કેજરીવાલે રાહુલ ગાંધીને લઇ આપ્યું જબરદસ્ત મોટું નિવેદન
દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન પર સસ્પેંસ ખત્મ થઇ ગયું છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્યમાં ગઠબંધનની ના પાડી દીધી છે. દિલ્હી સીએમના આ નિવેદન બાદ રાજ્યમાં હવે ત્રિકોણીય મુકાબલો નક્કી મનાય છે.
વધુ વાંચવા કરો ક્લિક-2: આજે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત મોદી-રાહુલ વચ્ચે સીધા સવાલ-જવાબ!
સમગ્ર દેશમાં ઉતેજના છવાઈ ગઈ છે. ચૂંટણીના માહોલમાં માસ્ટર સ્ટ્રોક મારવા માટે જાણીતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીનો પડકાર ઝીલી લઈ સીધા સવાલ-જવાબ માટે તૈયારી બતાવી છે. હવે સોમવારે દિલ્હીમાં મોદી-રાહુલ વચ્ચે સીધી ટક્કર થવાની છે.
વધુ વાંચવા કરો ક્લિક-3: ISROએ અંતરિક્ષમાં રચ્યો ઇતિહાસ, EMISAT લોન્ચ કરતાં પાક.-આતંકીઓ પર રહેશે બાજ નજર
ISRO એ PSLV C-45 રોકેટને અંતરિક્ષમાં મોકલ્યું છે. ઇસરો એ સોમવારે સવારે બરાબર 9.27વાગ્યે મોકલ્યું. આ EMISAT અને 28 વિદેશી સેટેલાઇટ્સને અંતરિક્ષની કક્ષામાં સ્થાપિત કરશે. તેમાં 24 અમેરિકન સેટેલાઇટ્સ પણ સામેલ છે. દુશ્મન પર નજર રાખવાની દ્રષ્ટિથી અમિસેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાણો શું છે આ મિશનની ખાસિયતો….
વધુ વાંચવા કરો ક્લિક-4: રઘવાયેલા બનેલા અડવાણી, મુરલી મનોહર જોશી કોંગ્રેસમાં જોડાતા ભાજપ સ્તબ્ધ!
અડવાણી અને મુરલી મનોહર જોષીની ટિકિટ કપાયા બાદ ધૂંધવાટ તો હતો જ. તેવામા રવિવારે મોડી સાંજે નાગપુરમા માર્ગદર્શક મંડળની બેઠકે બળતામા ઘી હોમ્યુ… અહી બેઠકમાં ટિકિટોની ફાળવણીના મામલે અડવાણીના ચહેરા ઉપર બહુ ઉશ્કેરાટ દેખાતો હતો.
વધુ વાંચવા કરો ક્લિક-5: ઓહ! ખાનગી શાળાઓનું સરકારી કરણ કરી નાખવા રાજ્ય સરકારે આપ્યો આદેશ!
શિક્ષણને મોંઘુંદાટ કરી દેનાર તેમજ સરકારી નિયમો અને ફી નિયમનના આદેશોની અવગણના કરનાર ૪૦,૨૦૦ સ્વનિર્બર શાળા સંચાલકોને પાઠ ભણાવવા માટે ખાનગી શાળાઓનું સરકારીકરણ કરી નાખવા આદેશ કરાયો છે. ખાનગી શાળાઓનો વહીવટ સંચાલકો પાસેથી લઈ કલેકટર કચેરીના હસ્તક મૂકી દેવામાં આવનાર છે. સંચાલકો હાઈકોર્ટમાં ન જાય તે માટે કેવિયેટ પણ દાખલ કરીને કાર્યવાહી થઈ રહી છે.
વધુ વાંચવા કરો ક્લિક-6: આનંદો! ગુજરાત બોર્ડ દ્વારા હવે ધો.10 અને 12ની પરીક્ષા લેવાશે નહીં, ચૂંટણી પછી જાહેરાત
ગુજરાતમાં છેલ્લાં ઘણાં દાયકાઓથી લેવાતી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષા હવે ઈતિહાસ બની જશે. ગુજરાત સરકાર આવતા વર્ષે બોર્ડની પરીક્ષાની પ્રથા બંધ કરશે. જોકે, બોર્ડને બદલે શું ? તેના માટે રાજ્ય સરકાર નવી નીતિઓ બનાવશે. ગુજરાત માધ્યમિક શિક્ષણના ૧૯૭૨ના કાયદાને આધારે ગુજરાત બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-7: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ પ્રથમ વખત 39,000 ને ક્રોસ
2019ના નાણાંકીય વર્ષની શરૂઆતમાં શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે તીવ્ર વધારા સાથે જોવા મળ્યું છે. જેમાં આજે શેરબજારમાં નવી ટોચ જોવા મળી છે. સોમવારે, સેન્સેક્સ પ્રથમ વખત 39 હજારના સ્તરે પહોંચી ગયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 185.97 પોઈન્ટ વધીને 38,858.88 પોઇન્ટ વધ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 416 પોઇન્ટ વધીને 11,665.20 પર ખૂલ્યો હતો.
વધુ વાંચવા કરો ક્લિક-8: આજથી બદલાશે કેટલાક નિયમો, જાણો સામાન્ય જીવન પર શું પડશે તેની અસર
સોમવાર એટલે કે આજથી દેશના લોકો માટે મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. નવા નાણાકીય વર્ષમાં 1 એપ્રિલ, 2019 થી ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જો કેટલાક બદલાયેલ નિયમો તમને રાહત આપશે, તો કેટલાક નિયમો સમસ્યાઓમાં વધારો કરશે. ચાલો જાણીએ કે, કયા નિયમો 1 એપ્રિલ, 2019 થી બદલાશે અને તમારા જીવનમાં શું પરિવર્તન આવશે?
વધુ વાંચવા કરો ક્લિક-9: નેપાળમાં કહેર બનીને આવ્યો વરસાદ, 25ના મોત, 400 ઘાયલ, ભયંકર મંજરની તસવીરો આવી સામે
વરસાદ અને ભયંકર તોફાને રવિવારના રોજ પાડોશી દેશ નેપાળની હલાવીને મૂકી દીધું છ. આ તોફાનથી 25 લોકોના મોત થયા છે. જ્યારે 400થી વધુ ઘાયલ થયા છે. નેપાળની આર્મી પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્યમાં લાગી ગઇ છે.
વધુ વાંચવા કરો ક્લિક-10: હવે દરેક યૂઝર્સ નહીં કરી શકે ફેસબુક લાઇવ સ્ટ્રીમિંગ, કારણ જાણી રહેશો દંગ
ફેસબુકે ન્યૂઝિલેન્ડની મસ્જિદ પર આતંકી હુમલામાં 50 લોકોના મોત બાદ એક મહત્વનો નિર્ણય લેવાનો વિચાર કર્યો છે. ફેસબુક તેના પ્લેટફોર્મ પર કયો યૂઝર લાઇવ થશે કે નહીં તેની પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. કંપની ફેસબુક લાઇવ સ્ટ્રીમિંગ સેવાના ઉપયોગને લઇને નિયમોમાં કડક કરવા જઇ રહી છે.
વધુ વાંચવા કરો ક્લિક-11: IPL: ઋષભ પંતના ઑડિયો પર વિવાદનો મધપૂડો છંછેડાયો, લલિત મોદીએ ટ્વિટ કરી કહ્યું કે…
IPLની હાલની સીઝનની 10મી મેચ અચાનક વિવાદોની તરફ આગળ વધી ગઇ છે. 30મી માર્ચના રોજ દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ની વચ્ચે ફિરોઝ શાહ કોટલા ગ્રાઉન્ડ પર રોમાંચક મેચ જોવા મળી. કેકેઆર એ આ મેચમાં દિલ્હી કેપિટલન્સને 186 રનનો મોટો ટાર્ગેટ આપ્યો, પરંતુ મુકાબલો ટાઇ થઇ ગયો. આખરે સુપર ઓવરમાં દિલ્હી એ બાજી મારી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post News@12 PM: સેન્સેક્સ પ્રથમવાર 39,000 ક્રોસ, કેજરીવાલે રાહુલ ગાંધી પર આપ્યું મોટું નિવેદન સહિતના સમાચાર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/1st-april-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News
0 Comments