ભગવાન બારડને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, તલાલા પેટા ચૂંટણી નહીં યોજાય
ગુજરાત હાઇકોર્ટે તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડની સસ્પેન્શન અને પેટાચૂંટણી રદ કર્યા બાદ આજે તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આજે ભગા બારડની અરજી પર સૂનાવણી કરતા મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. તલાલા બેઠકને લઇને ચૂંટણી પંચના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી. આ સાથે તલાલા બેઠક પર ચૂંટણી નહીં યોજાય.
તાલાલાની પેટાચૂંટણી જાહેર કરવા મામલે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં ગુજરાત ચૂંટણી પંચને લપડાક પડી છે.
તમને જણાવી દઇએ કે, આ પૂર્વે ખનીજ ચોરીના જુના એક કથિત મામલામાં ભગવાન બારડને નીચલી અદાલતે દોષિત ઠેરવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે તેમનું ધારાસભ્યપદ રદ કર્યું હતું. ભાજપે અહીં પેટાચૂંટણી યોજવાના ભાગરૂપે જશા ભાણા બારડને ઉમેદવાર તરીકે પણ જાહેર કરી દીધા હતા. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે ભાજપને એક મોટો ફટકો આપ્યો છે.
અગાઉ ગુજરાત હાઇકોર્ટે તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડની સસ્પેન્શન અને પેટાચૂંટણી રદ કરવાની અરજી ફગાવી દીધા બાદ તેઓ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આજે સુપ્રીમ કોર્ટ ભગા બારડની અરજી પર સૂનાવણી હાથ ધરી હતી. ભગા બારડે તાલાલા વિધાનસભા પેટાચૂંટણી પર સ્ટેની માગ કરી હતી, જેથી તેઓ કોઇ પણ સંજોગોમાં આ કેસમાંથી પાછા ફરવા માંગતા નહોતા, જેથી તેમને હાઇકોર્ટમાં પછડાટ ખાદ્યા બાદ સુપ્રીમમાં પહોંચ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ભગવાન બારડને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, તલાલા પેટા ચૂંટણી નહીં યોજાય appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/supreme-court-relief-to-god-bard-cancellation-of-lalmohan-bye-election/
via Best Gujarati News
0 Comments