ભારતમાં ટુ-વ્હિલરની સાથે ફોર-વ્હિલની માંગમાં પણ વધારો જોવા મળ્યો છે. તે જોતા ઓટોમોબાઇલ કંપનીઓ ગ્રાહકની માંગને ધ્યાને રાખી નવા ગ્રાહકો માટે પોતાની પ્રથમ કાર એવી હેચબેક પર વધારે જોર આપી રહી છે. ભારતમાં સૌથી વધુ વેચાતી હેચબેક કાર મારૂતિની છે.

અને તેમા પણ હવે કંપની નવી પોલીસને અનુસરતા નવા ફીચર્સ સાથે હેચબેક લોન્ચ કરવાના ફિરાકમાં છે. મારૂતિ સુઝુકી ભારતીય માર્કેટમાં તેની નવી અલ્ટો હેચબેક લોન્ચ કરવાની તૈયારીમાં છે. મળતી માહિતી પ્રમાણે નવી મારુતિ અલ્ટો કંપનીના ફ્યૂચર-એસ કોન્સેપ્ટ પર આધારિત હશે. આ કારને 2018 ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી. તેનું લોન્ચિંગ 2020માં કરવામાં આવશે. નવી મારુતિ અલ્ટો ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી.

2020માં લોન્ચિંગ પહેલા મારૂતિ સુઝુકી આ કારનું ટેસ્ટિંગ કરી રહી છે. ટેસ્ટિંગ દરમિયાન તેની લીક થયેલી તસવીર સામે આવી છે, જેમાં કાર એસયુવી જેવી લાગી રહી છે. આ નવી ડિઝાઇનથી મારૂતિને પ્રથમ વખત ખરીદતાં ગ્રાહકોને આકર્ષિત કરવામાં મદદ મળશે. ટોલ બોય ડિઝાઇનના કારણે તેમાં ઘણા અનેક નવા ફીચર્સ જોવા મળશે.

મળતી માહિતી પ્રમાણે નવી મારુતિ અલ્ટોમાં 1.0 લીટર પેટ્રોલ એન્જિન મળશે. જે BS-VI એમિશન નોર્મ્સવાળું હશે. એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન સાથે આવશે તેવી જાણકારી મળી છે. પાવરની પણ માહિતી હાલ સામે આવી નથી.

નવી મારુતિ અલ્ટોના ઈન્ટીરિયરની વાત કરવામાં આવે તો નવી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમના અનેક ફીચર્સ જોવા મળી શકે છે. કંપની નવા સુરક્ષા નિયમો મુજબ કારને અપડેટ કરીને માર્કેટમાં ઉતારશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post મારૂતિ સુઝુકીની આ નવી alto ટૂંક સમયમાં થશે લોન્ચ, મીની SUVને આપશે ટક્કર appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/new-maruti-alto-looks-like-suv/
via Best Gujarati News

0 Comments