લોકસભા ચૂંટણી 2019: ભાજપ હજી આ 4માં તો કોંગ્રેસ 13મા અટવાઇ, પટેલના દરબારમાં ધડા
લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે હવે ત્રણ જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પણ કેટલીક બેઠકો પર અટવાયેલી છે. ત્યારે આજે કે આવતીકાલે ઉમેદવારોનું લિસ્ટ જાહેર થાય તેવી આતુરતાથી કાર્યકર્તાઓ રાહ જોઈને બેસ્યા છે. પરંતુ હજુ સુધી કોંગ્રેસ 13 બેઠકો ઉપર ઉમેદવારો નક્કી કરી શકી નથી. હાલ કોંગ્રેસના ઉમેદવારોને લઇને એવું જાણવા મળી રહ્યું છે કે, કોંગ્રેસની 13 બેઠક પૈકી 3 બેઠકો અંગે અહમદ પટેલ આખરી નિર્ણય કરશે.
કોંગ્રેસ 13 બેઠકોમાં અટવાયેલું હોવાથી ઉમેદવારોને લઇને બરાબરનો પેંચ ફસાતા અહેમદ પટેલના દરબારમાં કેસ પહોંચ્યો છે. અમરેલીના ચારેય દાવેદારોએ અહેમદ પટેલ પર નિર્ણય છોડ્યો છે. બનાસકાંઠામાં વિરોધના એંધાણ દેખાતા પટેલ આખરી નિર્ણય કરશે. તેવી રીતે ભરૂચ બેઠક અંગે પણ અહમદ પટેલ લેશે આખરી નિર્ણય કરશે. પરંતુ ગઇકાલે ભરૂચ બેઠક પરથી અહમદ પટેલ ચૂંટણી લડી શકે છે તેવા એંધાણ સાતવે આપ્યા હતા.
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસમાં ગરમાવો ચાલી રહ્યો છે. કોંગ્રેસ હજી 13 સીટો માટે પોતાના મૂરતિયા શોધી શક્યું નથી, જ્યારે ભાજપ માટે પણ 4 બેઠકો એવી છે કે તેના પર પોતાના ઉમેદવારો શોધવા મુસ્કેલ બની રહ્યા છે. હવે એવું કહેવાય છે કે બન્ને પાર્ટીઓ છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી આંતરિક વિખવાદ નિવારશે.
બીજી બાજુ ભાજપે અત્યાર સુધી 22 સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, અને હજી 4 બેઠકો માટે ઉમેદવાર શોધવા ભાજપ માટે અઘરાબની રહ્યા છે, ત્યારે કહેવાય છે કે, ભાજપ કોને ઉમેદવાર જાહેર કરવા તે મામલે અસમંજસમાં છે. ભાજપ માટે જે ચાર બેઠકો માથાનો દુખાવો બની છે, તે છે અમદાવાદ પૂર્વ, સુરત, મહેસાણાની લોકસભા બેઠકો તથા ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીની બેઠક. બીજી તરફ, સુરત, અમદાવાદ પૂર્વમાં પેરાશૂટિયા ઉમેદવારો લાવે તેવી શક્યતા છે. તો આ ચારેય બેઠક પર પાર્ટી નવા ચહેરા ઉતારવા માંગે છે તેવું ચર્ચાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post લોકસભા ચૂંટણી 2019: ભાજપ હજી આ 4માં તો કોંગ્રેસ 13મા અટવાઇ, પટેલના દરબારમાં ધડા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/loksabhaelection2019-bjp-and-congress-candidates-name-yet-not-declared/
via Best Gujarati News
0 Comments