શિક્ષણને મોંઘુંદાટ કરી દેનાર તેમજ સરકારી નિયમો અને ફી નિયમનના આદેશોની અવગણના કરનાર ૪૦,૨૦૦ સ્વનિર્બર શાળા સંચાલકોને પાઠ ભણાવવા માટે ખાનગી શાળાઓનું સરકારીકરણ કરી નાખવા આદેશ કરાયો છે. ખાનગી શાળાઓનો વહીવટ સંચાલકો પાસેથી લઈ કલેકટર કચેરીના હસ્તક મૂકી દેવામાં આવનાર છે. સંચાલકો હાઈકોર્ટમાં ન જાય તે માટે કેવિયેટ પણ દાખલ કરીને કાર્યવાહી થઈ રહી છે.

રાજ્ય સરકાર ખાનગી શાળા સંચાલકોની દાદાગીરીથી કંટાળી હતી. ખાસ કરીને ફી નિયમન કમિટીએ નક્કી કરેલી ફી બાદ વધારાની રકમ પરત કરવામાં શાળા સંચાલકો દાદાગીરી કરી ઘરની ધોરાજી ચલાવી વાલીઓને ધાક ધમકી આપતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.

આગામી લોકસભાની ચૂંટણીમાં વાલીઓની આ નારાજગીનો મુદ્દો ઉઠે તેવો આઈ.બી.એ રિપોર્ટ કરતા મુખ્યમંત્રી રૂપાણીએ તાકીદથી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથે બેઠક યોજી હતી. બાદમાં મુખ્ય સચિવ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ, કેબીનેટના મહત્ત્વના મંત્રીઓને બોલાવીને જે રીતે ભૂતકાળમાં ખાનગી બેન્કોનું સરકારીકરણ કરીને તેનો કબજો લઈ લેવાયો હતો તેવી રીતે જ ખાનગી શાળાઓ સામે કાર્યવાહી કરવામા આવી હતી.

અલબત, સંચાલકોને તેમનો હક્ક ન ડુબે તે માટે પગાર ચૂકવવા તેમજ તેમની મિલકતોના ભાડા આપવા માટે નિર્ણય થયો છે. બાકીનો નિયમો ક્રમશઃ જાહેર કરવામાં આવનાર છે.

(આ સમાચાર સાચા નથી ‘એપ્રિલ ફૂલ’).

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ઓહ! ખાનગી શાળાઓનું સરકારી કરણ કરી નાખવા રાજ્ય સરકારે આપ્યો આદેશ! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/government-ordered-to-make-private-schools-officially/
via Best Gujarati News

0 Comments