આનંદો! ગુજરાત બોર્ડ દ્વારા હવે ધો.10 અને 12ની પરીક્ષા લેવાશે નહીં, ચૂંટણી પછી જાહેરાત
ગુજરાતમાં છેલ્લાં ઘણાં દાયકાઓથી લેવાતી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષા હવે ઈતિહાસ બની જશે. ગુજરાત સરકાર આવતા વર્ષે બોર્ડની પરીક્ષાની પ્રથા બંધ કરશે. જોકે, બોર્ડને બદલે શું ? તેના માટે રાજ્ય સરકાર નવી નીતિઓ બનાવશે. ગુજરાત માધ્યમિક શિક્ષણના ૧૯૭૨ના કાયદાને આધારે ગુજરાત બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.
ગુજરાતમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષા આપે છે. બોર્ડની પરીક્ષાના નામથી જ કેટલાંક વિદ્યાર્થીઓને પરસેવો છૂટી જાય છે, તો કેટલાક સતત તણાવમાં રહે છે. આ પરિસ્થિતિને પગલે વિદ્યાર્થીઓ અંતિમ પગલું ભરી લેતાં હોય છે. આ બાબતને ગુજરાત સરકારે ગંભીરલાથી લીધું છે. ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી બોર્ડના ચેરમેન સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક કરી હતી.
સીએમએ રવિવારે રજાના દિવસે શિક્ષણ મંત્રી અને બોર્ડના અધિકારીઓ સથે ભાર વગરના ભણતર પર મનોમથંન કર્યું હતું. મેરથોન મિટિંગના અંતે સીએમએ આવતા વર્ષથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાની પ્રથા બંધ કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. બોર્ડની પરીક્ષાને બદલે વિદ્યાર્થીઓ માટે અન્ય વિકલ્પ અંગે ગુજરાત સરકાર નવી પોલિસી બનાવશે તેવું બોર્ડના વિશ્વસનીય સૂત્રો પાસે જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર લોકસભા ચૂંટણીની આચારસંહિતા બાદ સત્તાવાર જાહેરાત કરશે.
(આ સમાચાર સાચા નથી ‘એપ્રિલ ફૂલ’).
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post આનંદો! ગુજરાત બોર્ડ દ્વારા હવે ધો.10 અને 12ની પરીક્ષા લેવાશે નહીં, ચૂંટણી પછી જાહેરાત appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/the-gujarat-board-will-not-be-examining-the-standard-10-and-12-exams/
via Best Gujarati News
0 Comments