યુવાનો અને ખાસ કરીને સ્કૂલમાં જનારા બાળકોમાં વધી રહેલી સ્માર્ટફોનની લત છોડાવવા માટે સરકારે આકરા નિયમો લાગુ કર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા આઈટી એક્ટ સુધારા ૨૦૧૮(૧૨ક) પ્રમાણે હવે સોશિયલ મીડિયાના ઉપયોગ અને હિંસક ગેમ ઉપર પ્રતિબંધ આવી જશે. ગૃહ ખાતાના અગ્ર સચિવે એક વટહુકમ જારી કરતા જણાવ્યું છે કે, પબજી અને તેના જેવી હિંસક ગેમ્સના કારણે યુવાનોની માનસિક સ્થિતિ વણસી રહી છે.

ઘણી જગ્યાએ આત્મહત્યા, હત્યા અને મોતના કિસ્સા સામે આવી રહ્યા છે. આ ઘટનાઓમાં ઘટાડો લાવવા માટે જ સમગ્ર દેશમાં આવી ગેમ્સ ઉપર પ્રતિબંધ જાહેર કરાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારે પબજી અને તેના જેવી હિંસક ગેમ રમતા પકડાનારા યુવાનો અને કિશોરોને એક મહિનાની જેલ અને ૧૦,૦૦૦નો દંડ જાહેર કર્યો છે. તે ઉપરાંત આવા કિસ્સામાં જો માતા-પિતાના બેદરકારી સામે આવશે તો જે-તે યુવાન કે કિશોરોના માતા-પિતાને ત્રણ મહિનાની જેલ અને ૧ લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે.

બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરાશે

સરકારે જણાવ્યું છે કે, સોશિયલ મીડિયામાં પોર્ન સામગ્રી મોકલનારને ૭ વર્ષની કેદ અને ૫૦,૦૦૦નો દંડ કરાશે. પોસ્ટ રિસીવ કરનાર ફરિયાદ નહીં કરે તો તેને ૬ મહિનાની કેદ અને ૧૦,૦૦૦નો દંડ કરવામાં આવશે. ગ્રૂપના એડમિનને ૩ મહિનાની જેલ અને ૨૫,૦૦૦ દંડ થશે. મહિલાને અશ્લીલ સાહિત્ય મોકલનારને ૧૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવશે. તેની સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવશે.

(આ સમાચાર સાચા નથી ‘એપ્રિલ ફૂલ’).

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post આજથી પબજી ગેમ રમનારને 1 મહિનો જેલ અને 10,૦૦૦ રૂપિયાનો દંડ, વટહુકમ જાહેર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/today-pabaji-game-play-1-month-in-prison-and-a-fine-of-rs-10000/
via Best Gujarati News

0 Comments