આજથી અમદાવાદ એરપોર્ટ પર દરેક પ્રવાસીના લગેજનું સ્ક્રીનિંગ રોબોટ કરશે
વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમાનું ગૌરવ મેળવવાની સાથે ગુજરાત હવે દેશભરમાં એક નવી જ સિદ્ધિ મેળવવા જઈ રહ્યું છે. અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહેલી એપ્રિલથી જ દરેક પ્રવાસીઓના લગેજનું સ્ક્રીનિંગ રોબોટ કરશે.
એરપોર્ટના ઉચ્ચ અને વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, શરૂઆતના તબક્કે ફક્ત કસ્ટમ્સ ક્લિયરન્સની કામગીરી રોબોટ પાસે કરાવાશે. ત્યાર બાદ સિક્યુરીટી ક્લિયરન્સ અને ચેકિંગની જવાબદારી પણ રોબોટને સોંપાશે. આની પાછળનો મૂળ હેતું છેલ્લા કેટલાય સમયથી જે પ્રકારે અમદાવાદ એરપોર્ટ પરથી ખાસ તો ગોલ્ડ અને ફોરેન કરન્સીના સ્મગલિંગના કિસ્સા વધ્યા છે તેની સામે રોબોટની સહાય લેવાશે.
આ રોબોટ ૧૦૦ મીટરની રેન્જમાં જે પેસેન્જરાના લગેજ હશે તેનુ ઓટોમેટિક સેન્સર-લેસરની મદદથી સ્ક્રીનિંગ થઇ જશે તેની જાણ પેસેન્જરને પણ નહિ થાય. જો લગેજમાં વાંધાજનક ચીજવસ્તુઓ નહિ હોય તો પેસેન્જર આરામથી એરાઇવલ બિલ્ડિંગની બહાર નિકળી જશે.
રિમોટ કંટ્રોલથી ઓપરેટ થતાં રોબોટનો કંટ્રોલ કસ્ટમના અધિકારીઓ પાસે હશે. જાપાનથી ખાસ આયાત કરાયેલા રોબોટમાં ઓટોમેટિક સેન્સર, હાઇ રેન્જ-હાઈ ડેફિનિશ નાઇટ વિઝન કેમેરા હશે. એટલુ જ નહીં પેસેન્જરના શરીરમાં ગોલ્ડ કે ડ્રગ્સ છુપાયુ હશે તો રોબોટની આંખમાં ફિટ કરેલા સેન્સરમાં તે પકડાઇ જશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સ (સીબીઈસી)એ જાપાનની ડેન્સો કંપનીનો બનાવેલ અંદાજે રૂ. ૭ કરોડની કિંમતનો વિશેષ રોબોટ ખરીદવા જે ગ્રાન્ટ આપેલી તેના પરિણામે આ શક્ય બન્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
(આ સમાચાર સાચા નથી ‘એપ્રિલ ફૂલ’).
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post આજથી અમદાવાદ એરપોર્ટ પર દરેક પ્રવાસીના લગેજનું સ્ક્રીનિંગ રોબોટ કરશે appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/robot-will-screen-every-travelers-luggage-at-ahmedabad-airport-from-today/
via Best Gujarati News
0 Comments