લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસમાં ગરમાવો ચાલી રહ્યો છે. કોંગ્રેસ હજી 13 સીટો માટે પોતાના મૂરતિયા શોધી શક્યું નથી, જ્યારે ભાજપ માટે પણ 5 બેઠકો એવી છે કે તેના પર પોતાના ઉમેદવારો શોધવા મુસ્કેલ બની રહ્યા છે.

હવે એવું કહેવાય છે કે બન્ને પાર્ટીઓ છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી આંતરિક વિખવાદ નિવારશે. બીજી બાજુ ભાજપે અત્યાર સુધી 21 સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ હોવાથી ભાજપના ઘણા ખરા ઉમેદવારો આજે ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવશે.

ખેડામાંથી દેવુંસિંહ ચૌહાણ નડિયાદ ખાતે કલેક્ટર કચેરીમાં પોતાનું ફોર્મ ભરશે. તે વખતે કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલા તેમની સાથે હાજર રહશે. નવસારીમાં સીઆર પાટીલ પણ પોતાની ઉમેદવારી આજે નોધાવશે. તે વખતે પૂર્વ મંત્રી મંગુભાઇ પટેલ નવસારીમાં તેમની સાથે હાજર રહશે.

કચ્છમાં CMની હાજરીમાં વિનોદ ચાવડા આજે પોતાનું ફોર્મ ભરશે. ભાવનગરમાં ભારતી બેન શિયાળ પોતાની ઉમેદવારી નોંધાવશે, ત્યારે તેમની સાથે જીતુ વાઘાણી ભાવનગર ખાતે હાજરી આપશે. સાબરકાંઠામાં દિપસિંહ રાઠોડ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. તેમની સાથે શંકર ચૌધરી, કે.સી.પટેલ, રમણ પાટકર જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.

અમદાવાદ પશ્ચિમ બેઠક પર આજે કિરીટ સોલંકી પોતાની ઉમેદવારી નોંધાવશે. તેમની સાથે પ્રદીપસિંહ જાડેજા ફોર્મ ભરતી વખતે તેમની સાથે હાજર રહેશે. પંચમહાલમાંથી રતનસિંહ રાઠોડ પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે, ત્યારે તેમની સાથે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ગોધરા ખાતે ઉપસ્થિત રહેશે.

એવી જ રીતે કોંગ્રેસની વાત કરીએ તો, આજે કોંગ્રેસના ઉમેદવાર રણજિત રાઠવા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. અહીં તેઓ રેલી કાઢી કાર્યકર્તાઓ સાથે સેવા સદન પહોંચશે. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post આજે ભાજપના કેટલા ઉમેદવારો ફોર્મ ભરશે?, અને તેમની સાથે કોણ રહેશે હાજર, જાણો વિગતે appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/how-many-candidates-of-bjp-will-fill-the-form-today-and-who-will-be-present-with-them/
via Best Gujarati News

0 Comments