અ’વાદ: ગટર સાફ કરવા ઉતરેલા 3 સફાઇ કામદારોનું મોત, પરિવારમાં માતમ છવાયો
રાજ્યમાં અવાર નવાર ગટર સાફ કરનાર કર્મચારીઓના મોત થયાના અહેવાલો સામે આવતા હોય છે, ત્યારે વધુ ઘટના અમદાવાદના બાવળામાં બની છે. અમદાવાદના બાવળામાં 3 કામદારોના ગટર સાફ કરતી વખતે મોત નિપજ્યા છે. આ ઘટના રવિવારે મોડી સાંજે બનતા વિસ્તારમાં લોકોના ટોળેટોળા જોવા ઉમટ્યા હતા. આ ઘટનાને પહલે બાવળા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, રવિવારે બાવળાના શાહી દર્શન ચાર રસ્તા પાસે ગટરનું કામ ચાલી રહ્યું હતું. જેમાં 3 સફાઇ કામદારો ગટરમાં ઉતરીને કામની ચેકિંગ કરી રહ્યા હતા. તે દરિયાન અચાનક ત્રણેય કામદારોને ગટરમાં રહેલો ગેસ ચઢી ગયો હતો. કામદારોના શરીરમાં ગેસ ચઢી જવાના કારણે શ્વાસ રુંધાવવા લાગ્યો હતો, અને તેમનું મોત નિપજ્યું હતું.
આ ઘટનામાં ભોગ બનેલા ત્રણેય કામદારોનું નામ અમિત મકવાણા, રાજુવાળા અને રાકેશ પટેલ છે. આ ઘટના બનતા સ્થાનિક લોકોને ખબર પડતા તેમને તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને પોલીસે ત્રણેય કામદારો માટે એમ્યુલન્સને જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય કામદારો મોતને ભેંટ્યા હતા. પોલીસે ત્યારબાદ ત્રણેય કામદારોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા, આ ઘટનાને પગલે ભોગ બનનાર કામદારોના પરિવારમાં માતમ છવાયેલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post અ’વાદ: ગટર સાફ કરવા ઉતરેલા 3 સફાઇ કામદારોનું મોત, પરિવારમાં માતમ છવાયો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-bavada-in-three-cleaners-died-due-to-gas-while-cleaning-gutter/
via Best Gujarati News


0 Comments