રાજ્યભરમાં રવિવારે ગરમીનો અસહ્ય પ્રકોપ રહ્યો હતો અને અંગ દઝાડતી ગરમીમાં લોકો શેકાઈ ઊઠયા હતા. મેટ્રો સિટી અમદાવાદ ૪૧.૫ ડીગ્રી સાથે હોટેસ્ટ શહેર નોંધાયું હતું. બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગામી પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

કાળઝાળ ગરમીના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થવાની સાથે લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ શહેરમાંથી વૃક્ષોનો મોટાપાયે સફાયો થતાં ગરમીનું પ્રમાણ નોંધપાત્ર વધી રહ્યું છે. અતિશય ઠંડી બાદ અતિશય ગરમી પણ બે મહિના દઝાડશે તે નક્કી છે.

માર્ચના અંતિમ દિવસે રાજ્યભરમાં ગરમીનું કાળઝાળ મોજું ફરી વળ્યું હતું અને જેને લઈ જનજીવનને માઠી અસર પહોંચી હતી. એપ્રિલના પહેલા સપ્તાહમાં જ ગરમીનો પારો ૪૩થી ૪૫ ડીગ્રી સુધી પહોંચે તેવી પૂરેપરી શક્યતા છે. બીજી તરફ રાજ્યમાં વધેલી ગરમીને લઈ લોકો આકૂળ-વ્યાકૂળ થઈ ઊઠયા છે.

આગામી પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી બેથી અઢી મહિના સુધી ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ સ્વયંભૂ કરફ્યુ સર્જાયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહીં છે.

ક્યાં કેટલી ગરમી

અમદાવાદ     ૪૧.૫

ડીસા              ૪૧.૫

ગાંધીનગર    ૪૦

ભુજ               ૪૧

વડોદરા         ૪૦.૪

સુરત            ૩૪.૮

અમરેલી       ૪૧.૨

રાજકોટ        ૪૧.૨

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post આજથી પાંચ દિવસ હિટવેવની આગાહી, ઘરની બહાર નીકળતા પહેલા વાંચી લો આ અહેવાલ! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/north-gujarat-saurashtra-kutch-hitavev-five-day-forecast/
via Best Gujarati News

0 Comments