અમદાવાદ જિલ્લાના કણભામાં પસુંજની મુવાડી ખાતે પત્નીને ખાટલા સાથે બાંધી તેની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ગ્રામ્ય કોર્ટના સેશન્સ જજ ટી.કે.રાણાએ ફટકારી છે. કોર્ટે નોંધ્યુ છે કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. નજીવી બાબતની તકરારમાં હત્યા કરવામાં આવી છે. આરોપીની હથિયાર પર ફિંગર પ્રિન્ટ મળી આવી છે.

આરોપી સામે ગુનો પુરવાર થાય તેટલા પુરાવા છે. આવા ગંભીર કેસમાં આરોપી સામે દયા દાખવી શકાય નહીં.નોંધનીય છે કે, દીકરાના કૃત્યને કારણે માતાએ જ પુત્ર સામે ફરિયાદ કરી હતી.

આ કેસની વિગત એવી છે કે, પસુંજની મુવાડી ખાતે રહેતા કરણ મનુભાઈ સલાટ સામે તેના સસરાએ કેસ કર્યો હતો. જેમાં સમાધાન થતા દીકરી આશાને કરણના ઘરે મોકલી આપી હતી. પરંતુ કેસ પાછો ખેંચ્યો ન હતો.

જેની અદાવત રાખી ૨૮મી ડિસેમ્બર ૨૦૧૫ના રોજ સાંજે છ વાગે કરણ ઉશ્કેરાઈ જઈને પત્ની આશાને કહ્યુ કે,એફિડેવિટ કરી તારા પિતાએ તને અહીં મોકલ તો કેસ કેમ પાછો નથી ખેંચતા? પછી કરણ સલાટ ઉશ્કેરાઈને આશાબેનને ખાટલા સાથે બાંધી દઈને ધારિયાથી માથામાં ફટકો મારીને લોહી લુહાણ કરી દીધી હતી. ત્યારબાદ કરણે પોતાના ગળા ઉપર બ્લેડ મારીને આશાનો હાથ પકડી બેસી ગયો હતા.

બીજી તરફ કરણની માતા મંજુલાબેને કણભા પોલીસને જાણ કરતા પોલીસ આવીને કરણની ધરપકડ કરી હતી.જે કેસ ચાલતા સરકારી વકીલે ૨ સાક્ષીઓ અને દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, આશાને ખાટલા સાથે બાંધી તેના પર હથિયારથી હુમલો કરી હત્યા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post અ’વાદ: પત્નીને ખાટલા સાથે બાંધી પતિની નિર્મમ હત્યા, માથાના ભાગે ધારિયાનો ફટકો માર્યો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-in-the-village-wife-imprisoned-for-murdering-her-husband-tied-to-the-bed/
via Best Gujarati News

0 Comments