રાજકોટમા સાંસદ મોહન કુંડારિયા સૌરાષ્ટ્રના એક ગામમાં પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોની રજૂઆત સાંભળી રહ્યા હતા. દરમિયાન ઉપસ્થિત ખેડૂતોએ પાક વિમાને લઈ પ્રશ્નોની છડી વરસાવતાં એક તબક્કે મોહન કુંડારીયા ગેંગેંફેંફેં થઈ ગયા હતા અને ખેડૂતોનો રોષ જોઈને ચાલતી પકડી હતી. સોશિયલ મીડિયામાં કુંડારીયાનો વીડિયો વાયરલ થયો છે.

મોહન કુંડારિયા સામે ખેડૂતો પાક વિમાનો મુદ્દો ઊઠાવે છે અને બાકી લેણા અંગે રજૂઆત કરે છે. જેમાં કુંડારિયા જવાબદારીમાંથી હાથ ખંખેરતાં દોષનો ટોપલો ગુજરાત સરકાર ઉપર ઢોળી નાખે છે. પાક વિમો આપવાની જવાબદારી તેમની નહીં પણ ગુજરાત સરકારની હોવાની વાત કરે છે.

માત્ર એટલું જ નહી પણ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારને રજૂઆત કરવા માટે પણ જણાવે છે. ખેડૂતોના પ્રશ્નોથી ભેખડે ભરાયા બાદ કોઈ રસ્તો ન બચતાં મોહન કુંડારિયા ઉભા થઈને ચાલતી પકડી લે છે. સાંસદના આવા વર્તનથી ખેડૂતો પણ ડઘાઈ જાય છે અને ખેડૂતો કહે છે કે, સાહેબ આ તમારી રીત છે ? જેના જવાબમાં કુંડારિયા કહે છે કે, તમે મને ગાંડો કરવા આવ્યા છો, હું માણસનો ચહેરો જોઈ કહી દઉ છું કે, તમારી કહેવાની રીત જ સાચી નહોતી.

ઘટનાસ્થળેથી નીકળતાં મોહન કુંડારિયા ખેડૂતોને પાછા કહે છે કે, પાક વિમા માટે ગુજરાત સરકારને જ કહો અને બીજું કે અત્યારે પહેલાં કરતાં સ્થિતિ સુધરી હોવાનું પણ તેઓ જણાવે છે. આ વીડિયો અંગે કુંડારીયાએ એવી સ્પષ્ટતા કરી હતી કે ચાર વર્ષ જુનો વીડિયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post રાજકોટમાં BJP સાંસદ લોકોની કથની સાંભળવા ગયા, ખેડૂતે પૂછ્યો એવો સવાલ કે… ત્યાંથી ભાગ્યા! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/bjp-mp-kundaria-holds-the-issue-of-crop-insurance-issue-by-the-farmers/
via Best Gujarati News

0 Comments