વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એસિડ એટેકની ધમકી મામલે પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે. એમએસ યુનિવર્સિટીની વીપી સલોની મિશ્રાને આરોપીઓ ઝુબેર પઠાણ સહિતનાં લોકોએ એસિડ એટેક કરવાની ધમકી આપી હતી. જે મામલે સલોની મિશ્રાએ ફરિયાદ કરતાં સયાજીગંજ પોલીસે ઝુબેર પઠાણ સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી.

વડોદરા પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે. અને ફરિયાદને લગતાં તમામ પુરાવા પણ એકત્રિત કર્યા છે. પોલીસ હાલ પકડાયેલાં આરોપીઓ એમએસ યુનિવર્સિટીના છે કે બહારના છે તે અંગે તપાસ શરૂ કરી છે. સાથે જ એમએસ યુનિવર્સિટીની પોતાની સિક્યુરિટી હોવા છતાં સુરક્ષામાં ક્યાં ચૂક થઈ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ તો પોલીસે આરોપીઓ સામે રાયોટિંગ અને ધમકીના ગુના સહિતની કલમો લગાવી તપાસ શરૂ કરી છે.

હોળીમાં યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલ મારામારી મુદ્દે થયેલ રેગિંગની ફરિયાદ મામલે વીપી સલોની મિશ્રા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે ગઈ હતી. જ્યાં બીજા ગ્રૃપમાંથી આરોપી ઝુબેર પઠાણ સહિતનાં લોકોએ સલોનીને અભદ્ર ભાષામાં વાત કરી એસિડ એટેકની ધમકી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વડોદરાઃ MS યુનિવર્સિટીની વીપી સલોની મિશ્રાને એસિડ એટેકની ધમકી ભારે પડી, 8ની ધરપકડ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/vadodara-vp-salono-mishra-acid-attack-threat-case-police-caught-8-people/
via Best Gujarati News

0 Comments