સુરતઃ ડાયમંડ પેઢીનો મેનેજર 1 કરોડથી વધુની કિંમતના હીરા ચોરી ફરાર થયો
સુરતમાં વધુ એક હીરા ચોરીની ઘટના સામે આવી છે. પણ આ વખતે હીરાની પેઢીમાં કામ કરતો મેનેજર જ એક કરોડથી વધુની કિંમતના હીરા લઈને નાસી છૂટ્યો છે. વરાછાની જે.મહેશ નામની ડાયમંડ પેઢીમાં કામ કરતો ચીમના રામ જાટ નામનો મેનેજર તૈયાર અને રફ હીરા સાથે અંદાજે 740.98 કેરેટના હીરા ચોરી ફરાર થઈ ગયો છે. સીસીટીવી કેમેરામાં ચોર મેનેજરની કરતૂત કેદ થઈ ગઈ હતી.
સુરતના કાપોદ્રામાં રહેતાં મહેશ લાઠિયા વરાછા વિસ્તારમાં જે.મહેશ નામથી ડાયમંડ પેઢી શરૂ કરી હતી. અને અહીં ચીમના રામ જાટ નામનો યુવક છેલ્લા ત્રણ વર્ષથી મેનેજર તરીકે કામ કરતો હતો. ડાયમંડ પેઢીનો સમગ્ર વહીવટ ચીમના રામ સંભાળતો હતો. મેનેજર હોવાને કારણે રફ ડાયમંડથી લઈ હિસાબ સુધીના તમામ કામ ચીમના રામના હાથ નીચે થતાં હતા. જો કે, કરોડો રૂપિયાનો વ્યવહાર જોઈ ચીમના રામની દાનત બગડી હતી અને તેણે કરોડોના હીરાની ચોરીનો માસ્ટર પ્લાન ઘડ્યો હતો.
ડાયમંડ પેઢી બંધ થતાં બધા કારીગરો ઘરે જઈ રહ્યા હતા ત્યારે ચીમના રામ હીરા તિજોરીમાં જમા કરાવવા જતો હતો. પણ તે સમયે તેણે 1 કરોડના હીરાનું પડીકું પોતાના ખિસ્સામાં મૂકી દીધું હતું. બીજા દિવસે ચીમના રામ નોકરીએ ન આવતાં માલિકે તેને ફોન કર્યો હતો. પણ તેનો ફોન સ્વિચ ઓફ આવતાં માલિકને શંકા ગઈ હતી અને તેમણે તિજોરી ચેક કરાવી હતી. આ સમયે તિજોરીમાંથી 1 કરોડના હીરા ગાયબ હોવાનું માલિકના ધ્યાને આવ્યું હતું. સીસીટીવી કેમેરામાં પણ ચીમના રામ હીરાનું પડીકું લઈ જતાં કેદ થયો હતો.
આ મામલે ડાયમંડ પેઢીના માલિક મહેશ લાઠિયાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી મેનેજર ચીમના રામને પકડવા પોલીસની એક ટીમ રાજસ્થાન રવાના થઈ છે. પોલીસને આ મામલે અન્ય શખ્સની સંડોવણી હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે. અને પોલીસે તે દિશામાં પણ તપાસ કાર્યવાહી શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સુરતઃ ડાયમંડ પેઢીનો મેનેજર 1 કરોડથી વધુની કિંમતના હીરા ચોરી ફરાર થયો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/surat-manager-stole-diamonds-worth-1-crore-rs-in-varachha/
via Best Gujarati News
0 Comments