અમદાવાદઃ પિયરે ગયેલી રિસાયેલી પત્નીને લેવાં ગયેલાં પતિએ કર્યો એસિડ એટેક, દીકરી પણ બની ભોગ
હાલમાં જ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’નાં પોસ્ટરે લોકોમાં ભારે ચર્ચા જગાવી હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ એસિડ એટેક સર્વાઈવરની ભૂમિકા ભજવશે અને ફિલ્મમાં એસિડનો ભોગ બનેલી મહિલાઓની આપવીતી જણાવશે. ત્યારે અમદાવાદમાં પણ એસિડ એટેકની એક ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના રાણીપમાં પતિએ પત્ની પર એસિડ એટેક કરતાં ચકચાર મચી જવા પામી છે. રાણીપના પિન્ક સિટીમાં પિયરે આવેલી પત્નીને લેવાં આવેલાં પતિએ પત્ની પર એસિડ ફેંક્યું હતું. પતિએ કરેલાં એસિડ એટેકની અસર પત્નીની સાથે દીકરી ઉપર પણ થઈ છે. એસિડ એટેકમાં દાઝી ગયેલી પત્નીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
બીમારીને કારણે પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. જે કારણે પત્ની પતિને છોડીને રાણીપ ખાતે પિન્ક સિટીમાં આવેલાં પોતાના પિયરમાં રહેતી હતી. આજે સવારે પતિ પોતાની પત્નીને લેવાં માટે પિયરે આવ્યો હતો. ત્યારે પત્નીએ પતિ સાથે આવવાની ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ ઉશ્કેરાયેલાં પતિએ પોતાની પાસે રહેલી એસિડની બોટલમાંથી એસિડ પત્ની પર ફેંક્યું હતું. આ સમયે પાસે ઉભેલી દીકરી ઉપર પણ એસિડનાં બે-ત્રણ છાંટા ઉડ્યા હતા.
એસિડ એટેક કર્યાં બાદ આરોપી પતિ ભાગી ગયો હતો. પણ, ગણતરીના કલાકોમાં પોલીસે આરોપી પતિને ઝડપી પાડ્યો હતો. એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમદાવાદઃ પિયરે ગયેલી રિસાયેલી પત્નીને લેવાં ગયેલાં પતિએ કર્યો એસિડ એટેક, દીકરી પણ બની ભોગ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-acid-attack-on-wife-in-ranip-husband-caught-by-police/
via Best Gujarati News
0 Comments