અમદાવાદીઓ હવે રસ્તા પર પાન-મસાલા ખાઈ થૂંકવું તમારા માટે ભારે પડી જશે. કેમ કે, હવે અમદાવાદ કોર્પોરેશન સીસીટીવી દ્વારા રસ્તા પર થૂંકતાં લોકોનાં ઘરે ઈ-મેમો મોકલવા લાગી છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેચ્યૂ રોડ પર ચાર રસ્તા પર ઉભેલો એક શખ્સ રસ્તા પર થૂંકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જે બાદ કોર્પોરેશને કાર્યવાહી કરતાં યુવકના ઘરે ઈ-મેમો મોકલી આપ્યો હતો. અમદાવાદમાં થૂંકવા પર ઈ-મેમો મોકલવાની આ પ્રથમ ઘટના છે.

અમદાવાદ શહેરના ઉત્તર ઝોનમાં નરોડામાં રહેતો એક યુવાને પાન-મસાલો ખાઈ જાહેર રોડ પર પિચકારી મારી હતી. આ દ્રશ્યો ચાર રસ્તા પરનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જે બાદ અમદાવાદ કોર્પોરેશન દ્વારા વાહનમાંથી જાહેરમાર્ગ પર થૂંકવું અને થૂંકીને ઉપદ્વવ પેદા કરવા માટે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કલમ 50.1(3) અને 50.1(7) હેઠળ ગુનો નોંધી 100 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં પાન-મસાલાની પિચકારી મારવા બદલ નરોડાના યુવાનને પ્રથમ ઈ-મેમો આપવામાં આવ્યો હતો. જે બાદ યુવાને નજીકના અમદાવાદ કોર્પોરેશનના સિવિક સિવિક સેન્ટરમાં દંડની રકમ ભરી હતી.

હાલ અમદાવાદને સ્વચ્છ રાખવા માટે અમદાવાદ કોર્પોરેશને કમર કસી લીધી છે. અગાઉ અમદાવાદ કોર્પોરેશને પાનનાં ગલ્લાં નજીક જો કોઈ થૂંકશે તો ગલ્લાંના માલિકને દંડ કરવાની જાહેરાત કરી હતી. તો હવે અમદાવાદ કોર્પોરેશન પિચકારી મારતાં લોકો પર તવાઈ બોલાવતાં ઈ-મેમો પણ મોકલવા લાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રસ્તા પર પાન-મસાલા ખાઈ થૂંકનારાઓ સાવધાન, અમદાવાદમાં ઈ-મેમોની નોંધાઈ પહેલી ઘટના appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-municipal-corporation-gave-first-e-memo-for-spitting-on-road/
via Best Gujarati News

0 Comments