મગફળીકાંડ બાદ ગુજરાતમાં તુવેરકાંડે ખેડૂતોને હચમચાવી દીધું છે. તુવેર કૌભાંડના મુખ્ચ આરોપી ભરત વાઘસિયાની વાડીમાં ખેડૂતોએ રેડ પાડી 700 કરતાં વધારે ગુણી પકડી પાડી છે. ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ભરત વાઘસિયાની વાડીમાં રેડ પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તુવેર કૌભાંડ મામલે પોલીસે ફક્ત ફરિયાદ નોંધી છે. તેવામાં મુખ્ય આરોપીની વાડીમાંથી 700 જેટલી તુવેરની ગુણી પકડાતાં અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.

મગફળીકાંડ બાદ તુવેરકાંડમાં પણ સરકાર ઊંઘતી હોય તેવાં દ્રશ્યો સર્જાયા છે. જે કામ સરકારને કરવું જોઈએ તે કામ ખેડૂત હિત રક્ષક સમિતિએ કર્યું હતું. તુવેરકાંડના મુખ્ય આરોપી ભરત વાઘસિયાની મેંદરડા સ્થિત વાડીમાં રેડ પાડી ખેડૂતોએ નબળી ગુણવત્તાવાળી તુવેરની 700થી પણ વધુ બોરી પકડી પાડી હતી. ટેકાના ભાવે ખરીદીનું સીલ આ ગુણીઓ પર જોવા મળ્યું હતું. તો આ ગુણીઓ એક વર્ષ જૂની અને મધ્યપ્રદેશના બારદાન હોવાનું સામે આવ્યું હતું.

હાલ ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રમુખ દ્વારા આ મામલે કલેક્ટર અને પોલીસને જાણ કરવામાં આવી છે. પણ અહીં સવાલ એ ઉભો થાય છે કે, જે કામ સરકાર અને પોલીસને કરવું જોઈતું હતું તે કામ ખેડૂત હિત રક્ષક સમિતિને કરવું પડ્યું છે. મગફળીકાંડની જેમ શું સરકાર તુવેરકાંડમાં પણ ફક્ત તપાસનો ડોળ કરી રહી છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post તુવેરકાંડઃ તંત્ર ઊંઘતું રહ્યું ને ખેડૂતોએ કરી ‘જનતા રેડ’, મુખ્ય આરોપીની વાડીમાં મળી 700 ગુણો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/700-jute-begs-of-toor-dal-caught-from-main-accused-farm-by-farmers/
via Best Gujarati News

0 Comments