ગુજરાતમાં ગરમીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં મોડાસામાં સૌથી વધુ 48 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 45 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે હિટવેવની આગાહી આપી છે. તો કાળઝાળ ગરમીને કારણે પેટમાં દુખાવા તેમજ ડિહાઈડ્રેશનના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

એપ્રિલના અંતમાં ગુજરાતમાં ગરમીએ માઝા મૂકી છે. રાજ્યમાં સરેરાશ ગરમીનું તાપમાન 45ની આસપાસ પહોંચી ગયું છે. શનિવારે તાપમાનના આંકડા આપતાં હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ગુજરાતના પાંચ શહેરોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવમાં હિટવેવની આગાહી કરી છે.

કાળઝાળ ગરમીને કારણે 108 એમ્બ્યુલન્સ સેવાના કેસોમાં પણ વધારો થયો છે. આગ ઓકતી ગરમીમાં લોકો પેટના દુખાવા અને ડિહાઈડ્રેશનની ફરિયાદો કરી રહ્યા છે. ગરમીને કારણે 108 સેવાના કોલની સંખ્યામાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે.

ગુજરાતના શહેરોનું તાપમાન

શહેર                    તાપમાન
મોડાસા                48
વાવ                     47
સુરેન્દ્રનગર          46
અમદાવાદ           45
ભૂજ                      45
રાજકોટ                45
અમરેલી               44
કંડલા                   44
ગાંધીનગર          43
વડોદરા               43

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગુજરાતમાં ગરમીએ તોડ્યો 17 વર્ષનો રેકોર્ડ, મોડાસામાં સૌથી વધુ 48 ડિગ્રી તાપમાન appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/heat-break-17-years-record-in-gujarat-highest-48-degree-in-modasa/
via Best Gujarati News

0 Comments