ભૂતપૂર્વ MP અતીક અહમદ સામે CBI તપાસ કરવાનો SCનો હુકમ
। નવીદિલ્હી ।
ભૂતપૂર્વ સાંસદ અને ગેંગ્સ્ટર અતીક અહમદ પર ગાળિયો કસાતો જઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે એક વેપારીના કહેવાતા અપહરણ અને અત્યાચારના મામલામાં તપાસનો આદેશ આપ્યો છે. એ સાથે ઉત્તર પ્રદેશની નૈની જેલમાં બંધ અતીકની ગુજરાતની જેલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. કેટલાક દિવસ પહેલાં અતીકને નૈની જેલમાં લાવવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચે CBIને અતીક અહમદ અને તેના સાથીઓની વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો છે. આ આદેશ રિયલ એસ્ટેટ ડીલર મોહિત જયસ્વાલના કથિત અપહરણના મામલામાં આપવામાં આવ્યો છે. એ સાથે જ અતીક અહમદની જેલ પણ બદલી નાખવામાં આવી છે. હાલ અતીક ઉત્તર પ્રદેશની નૈૈની જેલમાં બંધ છે. તેને ગુજરાત જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે અતીક અહમદ સામેના અટકેલા કેસને જલદીથી નીપટાવવાનું કહ્યું છે. એ સાથે સર્વોચ્ચ અદાલતે આ મામલામાં બધા સાક્ષીઓને સુરક્ષા પૂરી પાડવાનું કહ્યું છે. આ પહેલાં ઉત્તર પ્રદેશ સરકારે કોર્ટમાં કહ્યું હતું કે આ મામલામાં વિભાગીય તપાસ કરવામાં આવી, જેમાં જેલ સુપરિન્ટેન્ડેન્ટ સહિત ચાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરાઈ. ઘટના પછી અતીકને ડિસ્ટ્રિક્ટ જેલ દેવરિયાથી બેરલી જેલમાં મોકલી દેવાયો.
ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું હતું કે અતીક અહમદ સામે ૧૯૭૯થી ૨૦૧૯ સુધી કુલ ૧૦૯ જેટલા કેસ પ્રલંબિત છે.
અતીક ૨૦૧૪માં ચૂંટણી હારી ગયો હતો
૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ અતીકને ફૂલપુર સંસદીય મતવિસ્તારમાંથી ટિકિટ આપી અને તે સંસદસભ્ય બની ગયો. ૨૦૧૪માં અતીક સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી શ્રાવસ્તી સીટ પરથી ચૂંટણી લડયો અને હારી ગયો. કહેવાય છે કે અતીક આ વખતે ફૂલપુર સીટ પરથી ચૂંટણી લડી શકે છે.
કોણ છે અતીક અહમદ?
અતીક અહમદનો જન્મ ૧૦ ઓગસ્ટ, ૧૯૬૨ના રોજ થયો હતો. મૂળ તે ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જનપદનો રહેવાસી છે. પૂર્વાંચલ અને અલ્હાબાદમાં સરકારી કોન્ટ્રેક્ટ, ખનન અને વસૂલીના અનેક મામલામાં તેનું નામ આવ્યું. અતીક અહમદ સામે ઉત્તર પ્રદેશના લખનઉ, કૌશામ્બી, ચિત્રકૂટ, અલ્હાબાદ સાથે બિહાર રાજ્યમાં પણ હત્યા, અપહરણ, વસૂલી વગેરે મામલા દાખલ છે. અતીકની સામે સૌથી વધુ મામલા અલ્હાબાદ જિલ્લામાં દાખલ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભૂતપૂર્વ MP અતીક અહમદ સામે CBI તપાસ કરવાનો SCનો હુકમ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/ex-mp-atik-ahmed-in-cbi-o/
via Best Gujarati News
0 Comments