ભારતમાં સતત ઘટી રહી છે નોકરીઓ, દર મહિને ૨૬ ટકાનો ઘટાડો થાય છે
। નવી દિલ્હી ।
છેલ્લા કેટલાક મહિનાથી રોજગારના મુદ્દે ભારતની ચાલ સુસ્ત પડી ગઇ છે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઇપીએફઓ)ના તાજેતરના આંકડા પર નજર નાખો તો ઓક્ટોબર ૨૦૧૮થી ઓર્ગેનાઇઝડ સેક્ટરમાં રોજગાર સર્જનમાં સરેરાશ ૨૬ ટકાનો ઘટાડો થઇ રહ્યો છે. ફક્ત નવેમ્બર ૨૦૧૮માં ૧,૨૬૨ નોકરીનો નજીવો વધારો જોવા મળ્યો હતો. ઇપીએફઓ દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૭થી રોજગાર સર્જનના આંકડા એકઠા થઇ રહ્યા છે. ઇપીએફઓએ ફ્રેબ્રુઆરી મહિના સુધીના નવા આંકડા જારી કર્યા છે.
સરેરાશ માસિક રોજગાર સર્જનમાં ઘટાડો
ઓક્ટોબર (સપ્ટેમ્બર૧૭-ઓગસ્ટ૧૮) ૬,૧૦,૧૪૭
નવેમ્બર (સપ્ટેમ્બર૧૭-સપ્ટેબર૧૮) ૬,૧૧,૪૦૮
ડિસેમ્બર (સપ્ટેમ્બર૧૭-ઓક્ટોબર૧૮) ૫,૬૫,૪૫૦
જાન્યુઆરી (સપ્ટેમ્બર૧૭-નવેમ્બર૧૮) ૪,૯૦,૦૫૨
ફેબ્રુઆરી (સપ્ટેમ્બર૧૭-ડિસેમ્બર૧૮) ૪,૫૨,૦૦૫
માર્ચ (સપ્ટેમ્બર૧૭-જાન્યુઆરી ૧૯) ૪,૪૯,૯૩૫
એપ્રિલ (સપ્ટેમ્બર૧૭- ફેબ્રુઆરી૧૯) ૪,૪૯,૨૬૧
ફેબ્રુઆરીમાં રોજગાર સર્જન ૧.૭૩ ટકા ઘટયું
કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી)ના આંકડા પણ કહે છે કે રોજગાર સર્જનમાં ઘટાડો થયો છે. ઈએસઆઈસી દ્વારા કંપનીઓના પે રોલના આધારે તૈયાર કરાયેલા આંકડા અનુસાર ફેબ્રુઆરીમાં રોજગાર સર્જન ૧.૭૩ ટકા ઘટીને ૧૫.૦૩ લાખ પર આવી ગયું જે એક વર્ષ પહેલાં ૧૫.૩૦ લાખ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભારતમાં સતત ઘટી રહી છે નોકરીઓ, દર મહિને ૨૬ ટકાનો ઘટાડો થાય છે appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/india-continuous-falling-is-knock/
via Best Gujarati News
0 Comments