Maruti Suzukiની નવી Alto BS6 જોરદાર ફીચર્સ સાથે લોન્ચ, જાણો કિંમત અને માઇલેજ
Maruti Suzuki ઇન્ડિયા લિમિટેડએ ભારતીય બજારમાં તેની નવી Alto લોંચ કરી છે. જે છેલ્લા 15 વર્ષથી દેશની સૌથી વધુ વેચાણ ધરાવતી કાર છે. Maruti Suzuki Alto હવે સુધારેલી સુરક્ષા સુવિધા અને આકર્ષક ડિઝાઈન સાથે આવે છે. સુનિશ્ચિત સમય પહેલાં, નવી અલ્ટોમાં હવે BSVI ધોરણો સાથે સજ્જ એન્જિન આપવામાં આવ્યું છે.
Maruti Suzukiના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) આર.એસ.કલ્સીએ જણાવ્યું છે કે મારૂતિ સુઝુકીમાં અમે હવે સૌથી વધારે વેચાણ ધરાવતી બ્રાન્ડ અલ્ટોમાં ઉમેરેલી સુરક્ષા સુવિધાઓ સાથે સ્ટાઇલિશ લૂક આપીએ છીએ. વર્ષ 2000માં લોન્ચ થયા પછીથી 3.7 મિલિયનથી વધુના સંયુક્ત વેચાણ સાથે ભારતીય કાર વપરાશકર્તાઓ માટે આ કાર ગૌરવનું પ્રતીક બની રહી છે. અલ્ટોના લગભગ 58% ગ્રાહકોએ એ વાતનો સ્વિકાર કર્યો છે કે તે તેમની પ્રથમ કાર છે. નવી અલ્ટો એક શક્તિશાળી એન્જિન અને 22.05 km/lની ઊંચી ઈંધણ કાર્યક્ષમતા સાથે ભારતની BSVI ધોરણો સાથે સજ્જ પ્રથમ કાર છે.
મારુતિ સુઝુકીએ નવી ડિઝાઈનમાં બમ્પર્સ અને સાઇડ ફન્ડર્સને નવા ગ્રિલ્સ અને શાર્પ હેડલેમ્પ્સ સાથે નવી આલ્ટો લોન્ચ કરી દીધી છે. કારના ઇન્ટિરિયર વિશે વાત કરીએ તો તેમા સ્ટાઇલિશ ડ્યુઅલ ટોન ઇન્ટિરિયરલ અને બેઠકો આપવામાં આવી છે. ટેક્નોલોજી વિશે વાત કરીને તો નવી અલ્ટોમાં નવી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી રહી છે. જેને Smart Play Dock કહેવામાં આવે છે. ગ્રાહકો સ્માર્ટ પ્લે ડોક દ્વારા Bluetooth માંથી સંગીતનો આનંદ માણી શકે છે.
નવી અલ્ટોમાં સુરક્ષા સુવિધાઓમાં હવે એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ (ABS) અને ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન (EBD) સાથે આવે છે. તે ઉપરાંત નવી અલ્ટોમાં રિવર્સ પાર્કિંગ સેન્સર, ડ્રાઇવર airbag, સ્પીડ એલર્ટ સિસ્ટમ અને સીટબેલ્ટ રીમાઇન્ડર્સ (ડ્રાઈવર અને કો-પેસેન્જર) જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
નવી Alto BSVIની એક્સ શોરૂમ દિલ્હીની કિંમતો:
New Alto BS VI Std :- Rs.2,93,689
New Alto BS VI LXI :- Rs.3,50,375
New Alto BS VI VXI :- Rs.3,71,709
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Maruti Suzukiની નવી Alto BS6 જોરદાર ફીચર્સ સાથે લોન્ચ, જાણો કિંમત અને માઇલેજ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/maruti-suzuki-launches-new-alto-with-bs6-engine/
via Best Gujarati News


0 Comments