PM નરેન્દ્ર મોદીએ જોઈ છે ફિલ્મ ‘પા’, બીગબીએ આપ્યુ આવુ રિએક્શન
બોલીવુડ એક્ટર અક્ષય કુમારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ લીધો હતો જે ખુબજ ચર્ચામાં રહેલ. સોશિયલ મીડિયા પર હાલ આ ઇન્ટરવ્યુની જ ચર્ચા છે. કેમકે કોઈ બોલીવુડ એક્ટરે પહેલી વાર કોઈ રાજનીતિક હસ્તી અને તે પણ ખુદ PM સાથે વાતચીત કરી હોય. અક્ષયે જ્યારે PMને પુછ્યુ કે શું તમે ફિલ્મો જુઓ છો તો PM મોદીએ કહ્યુ કે હું અમિતાભ બચ્ચનની પા અને અનુપમ ખેરની વેનસડે જોઈ છે. PMના આ જવાબ પર બીગ બીનું રિએક્શન આવ્યુ છે.
અમિતાભ બચ્ચને PM મોદી અને અક્ષયની વાતચીતને લઈને કહ્યુ કે અસાધારણ, પહેલો અનુભવ, PM મોદીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર અક્ષય કુમારને ઈન્ટરવ્યુ આપ્યુ તે જોરદાર રહ્યુ.
… an unusual and first experience .. the PM being interviewed by a Film fraternity star, Akshay Kumar .. dignity , respect , regard ..
https://t.co/KLE22bX2Mi
— Amitabh Bachchan (@SrBachchan) April 24, 2019
આપને જણાવી દઈએ કે બુધવારે ANI પર રિલીઝ એક ઈન્ટરવ્યુમાં અક્ષય અને PM મોદીએ પોલિટિક્સની વાતો ન કરતા પોતાની અંગત જિંદગી પર પ્રકાશ ફેક્યો હતો. વાતચીતમાં મોદીએ પોતાની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવી હતી.
આ વાતચીતમાં અક્ષયે પુછ્યુ કે શું તમે ફિલ્મો જુઓ છો તો મોદીએ કહ્યુ કે હાલ તો મને ફિલ્મ જોવાનો ટાઈમ મળતો નથી. એક વાર હુ જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે અમિતાભ બચ્ચન આવ્યા હતા તેમણે વિનંતી કરતા ફિલ્મ પા જોઈ હતી. અનુપમ ખેરે આતંકવાદ પર ફિલ્મ બનાવી હતી તે જોવા ગયો હતો. પણ હવે મને સમય નથી મળતો.
અક્ષય કુમારે PMને પુછ્યુ કે તમે હિંદી મ્યુઝિક ગાવા કે સાંભળવાનું પસંદ કરો છો? મોદીએ પોતાના પસંદગીના ગીતનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યુ કે હું વધારે ગીતો નથી ગાતો પણ મારી પસંદગીનું ગીત છે જ્યોતિ કલશ છલકે, જ્યોતિ કલશ છલકે ફિલ્મ 1961માં આવેલી ફિલ્મ ભાભીજી કી ચૂડિયાનું ગીત છે. જેને સુધીર ફડકે અને લતા માંગેશકરે ગાયુ છે.
મોદીએ કહ્યુ કે આ સિવાય મને ઓ પવન વેગસે ઉડને વાલે ઘોડે ગીત પણ ખુબજ પસંદ છે. આ ગીતને 1961માં લતા માંગેશકરે ગાયુ હતુ. જય ચિતોડ નામની આ ફિલ્મમાં જયરાજ અને નિરૂપા રોયે કામ કર્યુ છે. PM મોદીએ કહ્યુ કે આવા જુના ગીતો મને ખુબજ ગમે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post PM નરેન્દ્ર મોદીએ જોઈ છે ફિલ્મ ‘પા’, બીગબીએ આપ્યુ આવુ રિએક્શન appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/pm-narendra-modi-watched-paa-many-years-ago/
via Best Gujarati News

0 Comments