શેરબજારમાં દિવસને અંતે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં શેરબજારમાં સેન્સેક્સ +489.80 અંક એટલે કે 1.27% ટકા વધીને 39,054.68 પર અને નિફ્ટી +150.20 અંક એટલે કે 1.30% ટકા વધીને 11,726.15 પર માર્કેટ બંધ થયું હતુ. શેરબજારમાં ફરી ખુશીનો માહોલ છવાઇ ગયો છે. કારણ કે ફરી વખત સેન્સેક્સ 39,000ને પાર ગયું છે.

ઉલ્લેખનિય છે કે આજે શેરબજારમાં ખુલતાની સાથે નજીવો વધારો જોવા મળ્યો હતો. જેમાં શેરબજારમાં સેન્સેક્સ +77.78 અંક એટલે કે 0.20% ટકા વધીને 38,642.66 પર અને નિફ્ટી +24.70 અંક એટલે કે 0.21% ટકા વધીને 11,600.65 પર માર્કેટ ટ્રેડ થઇ રહ્યું હતુ.

ગઇકાલે દિવસના અંતે શેરબજાર બંધ થતા માર્કેટમાં નિરાશા વ્યાપી ગઇ હતી. કારણ કે શેરબજારમાં સેન્સેક્સ −80.30 અંક એટલે કે 0.21% ટકા ધટીને 38,564.88 પર અને નિફ્ટી −18.50 અંક એટલે કે 0.16% ટકા ધટીને 11,575.95 પર માર્કેટ બંધ થયું હતુ.

ઉલ્લેખનિય છે કે અમેરિકા દ્વારા ભારત સહિત આઠ દેશોને ઈરાન પાસેથી મેથી તેલ આયાત કરવામાં કોઈ છૂટ ન આપવાના સમાચારથી ડોમેસ્ટિક શેરબજારમાં અસર થઇ છે. આ સમાચારથી ડોલરના મુકાબલે રૂપિયામાં ઘટાડો થયો અને વિદેશી રોકાણ પ્રભાવિત થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શેરબજારમાં જબ્બર ઉછાળો, સેન્સેક્સ 489 પોઇન્ટ વધ્યું અને નિફ્ટી 11,726 પર બંધ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-39054-68-nifty-11726-15/
via Best Gujarati News

0 Comments