KKRvsMI: કોલકાતાનો 34 રને વિજય, હાર્દિક પંડ્યાએ બેટિંગથી મચાવ્યો હાહાકાર
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં મહત્વની મેચમાં કોલકાતા સામે ઈડન ગાર્ડન્સમાં ટકરાઈ. આ મેચમાં કોલકાતાનો 34 રને વિજય થયો છે. મુંબઈએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 232 રન કર્યા હતા. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે અણનમ 80, શુભમન ગિલે 76 અને ક્રિસ લીને 54 રન બનાવ્યા હતા. રસેલે મુંબઈનાં બૉલર્સની જોરદાર ધોલાઈ કરી હતી.
233 રનનાં પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલા મુંબઈએ એક સમયે 58 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી અને લાગી રહ્યું હતુ કે મુંબઈ જલ્દી જ ઑલઆઉટ થઇ જશે. જો કે આ દરમિયાન બેટિંગમાં આવેલા હાર્દિક પંડ્યાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. હાર્દિક પંડ્યાએ ફક્ત 34 બૉલમાં 9 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી ધુંઆધાર 91 રન બનાવ્યા હતા. હાર્દિકે ફક્ત 17 બૉલમાં જ પચાસ રન પુરા કર્યા હતા. જો કે તેમ છતા પણ મુંબઈનો પરાજય તે રોકી શક્યો નહોતો.
મુંબઈ
- કૃણાલ પંડ્યા 24 રન મારીને પિયૂષ ચાવલાની ઑવરમાં આઉટ.
- હાર્દિક પંડ્યા 34 બૉલમાં 91 રન મારીને ગર્નીની ઑવરમાં આઉટ.
- નરેને પોલાર્ડને 20 રને આઉટ કર્યો.
FIFTY comes up for @hardikpandya7. This is his fastest half-century in #VIVOIPL pic.twitter.com/usrYW2CMwq
— IndianPremierLeague (@IPL) April 28, 2019
- હાર્દિક પંડ્યાએ 17 બૉલમાં 50 રન પુરા કર્યા.
- સૂર્ય કુમાર યાદવને રસેલે 26 રને આઉટ કર્યો.
- ઇવાન લૂયિસને 15 રન રસેલે આઉટ કર્યો.
- રોહિત શર્માને 12 રને ગર્નીએ આઉટ કર્યો.
- ડીકૉકને 0 રને નરેને આઉટ કર્યો.
કોલકાતા
Innings Break!
Russell mania muscles @KKRiders to a mammoth total of 232/2 at the Eden Gardens. Onto the bowlers now to defend this.#KKRvMI pic.twitter.com/p8eIXluh6J
— IndianPremierLeague (@IPL) April 28, 2019
- શુભમન ગિલ 76 રન મારીને હાર્દિક પંડ્યાની ઑવરમાં આઉટ.
- ક્રિસ લીન 54 રન મારીને રાહુલ ચહરની ઑવરમાં આઉટ
બીજી તરફ નાઇટ રાઇડર્સની સામે ખુદને આ દોડમાં સામેલ કરવાનો પડકાર છે. મુંબઈ આ સમયે સારી લયમાં છે, પરંતુ કોલકાતા સારી શરૂઆત બાદ પાટા પરથી ઉતરી ગયું છે. કોલકાતાએ સતત 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. જો મેચમાં કોલકાતા હારશે તો પ્લેઑફની તેની સંભાવનાઓ પૂર્ણ થઈ જશે.
ત્રણ વખતની વિજેતા મુંબઈ ઇન્ડિયન્સ 11 મેચોમાં 14 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. મુંબઈએ શુક્રવારનાં રાત્રે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવ્યું હતુ. મુંબઈનો કોલકાતા સામે રેકૉર્ડ સારો છે. બંને વચ્ચે કુલ 23 મેચ રમાઈ છે જેમાંથી મુંબઈનાં ભાગે 18 જીત આવી છે. ગત મેચમાં કોલકાતાને રાજસ્થાને હરાવ્યું હતુ. આ મેચમાં ફક્ત કોલકાતાનાં દિનેશ કાર્તિકનું બેટ ચાલ્યું હતુ અને તેણે અણનમ 97 રન બનાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post KKRvsMI: કોલકાતાનો 34 રને વિજય, હાર્દિક પંડ્યાએ બેટિંગથી મચાવ્યો હાહાકાર appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/live-updates-between-kkr-and-mis-match-in-ipl/
via Best Gujarati News
0 Comments