IPL 12: ઋષભ પંતે કરી ખોટી અપીલ, કોહલીએ બધાની વચ્ચે જ લઇ લીધો ઉધડો
ભારતીય ટીમનાં યુવા વિકેટકીપર ઋષભ પંતની એ વખતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ક્લાસ લગાવી દીધી, જ્યારે તેણે કેચ યોગ્ય રીતે ના પકડવા છતા અપીલ કરી અને વિકેટની ઉજવણી પણ કરી. આ વાત વિરાટ કોહલીની પંસદ ના આવી અને તેણે મેદાન પર જ પંતની ક્લાસ લગાવી દીધી હતી. આની પર વિરાટને પંત સ્પષ્ટતા આપતા જોવા મળ્યો હતો. આ બધું દિલ્હી ડેયરડેવિલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે આઈપીએલ-2019ની 46મી મેચમાં થું.
બેંગલોરની ઇનિંગની 5મી ઑવરનો પહેલો બૉલ વિરાટ કોહલીનાં બેટની નજીકથી ઋષભ પંતની પાસે પહોંચ્યો. તે બૉલ પકડે તે પહેલા જ બૉલ જમીનને અડક્યો અને કેચની જોરદાર અપીલ કરી અને તે ઈશાંત શર્મા સાથે વિકેટની ઉજવણી કરવા લાગ્યો. પંતની જોરદાર અપીલ પર અમ્પાયર્સે નૉટ આઉટનું સૉફ્ટ સિગ્નલ આપીને નિર્ણય થર્ડ અમ્પાયરને રેફ કર્યો. મજાની વાત એ છે કે આ દરમિયાન વિરાટ કોહલી પાર્થિવ પટેલ અને ઋષભ પંત સાથે હસી રહ્યો હતો. રીવ્યૂમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતુ કે બૉલ જમીન પર અડીને પંત પાસે ગઈ છે અને નિર્ણય નૉટ આઉટનો આપવામાં આવ્યો.
#IPL2019 #DCvRCB #ViratKohli #RishabhPant #ViratPanthttps://t.co/QZnIat0Pmw
— GreatDingo (@GreatDingo007) April 28, 2019
જો કે વિરાટને પંતનો આ અંદાજ પસંદ આવ્યો નહીં. તે ઈશાંત સાથે કંઇક વાત કર્યા બાદ પંત પાસે ગયો. વિરાટ કોહલીએ પંતને કંઇક સમજાયો અને પછી પરત બેટિંગમાં આવ્યો. વિરાટનાં આવ્યા બાદ પંત ઘણો જ પ્રેશરમાં જોવા મળ્યો હતો. તેનો ચહેરો જણાવી રહ્યો હતો કે તેણે આ ખોટી અપીલ કરવી જોઇતી નહોતી. જો કે વિરાટ કોહલીએ હળવા મૂડમાં હતો અને હસતો જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post IPL 12: ઋષભ પંતે કરી ખોટી અપીલ, કોહલીએ બધાની વચ્ચે જ લઇ લીધો ઉધડો appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/virat-kohli-gave-lesson-to-rishabh-pant-when-pant-did-wong-appeal/
via Best Gujarati News
0 Comments