IPL-12માં 46માં મુકાબલામાં શિખર ધવને પોતાના નામે વધુ એક કીર્તિમાન રચ્યો છે. બેંગલોર સામે રમતા શિખર ધવને પોતાનું શાનદાર ફૉર્મ જાળવી રાખતા સતત ત્રીજી અડધી સદી ફટકારી છે. આ સાથે તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં 450 રન પૂર્ણ કરી લીધા છે. ધવન અત્યાર સુધી 451 રન સાથે સૌથી વધારે રન બનાવવાનાં મામલે બીજા નંબરે પહોંચી ગયો છે.

એટલું જ નહીં ધવને પોતાના દમદાર ફૉર્મની મદદથી ટી-20 લીગમાં 37 અડધી સદી પૂર્ણ કરી છે. આ સાથે ધવને વિરાટ કોહલીને પાછળ રાખતા સૌથી વધારે અડધી સદી બનાવનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. સૌથી વધારે અડદી સદીઓ બનાવવાનાં મામલે ધવનથી આગળ ફક્ત ડેવિડ વૉર્નર છે જેણે અત્યાર સુધી 43 અડધી સદીઓ ફટકારી છે. સૌથી વધારે અડધી સદીઓ ફટકારવાનાં મામલે વિરાટ કોહલી, સુરૈશ રૈના અને ગૌતમ ગંભીરનાં નામે 36 અડધી સદીઓ છે. તો રોહિત શર્માનાં નામે 35 અડધી સદીઓ છે.

શિખર ધવને અત્યાર સુધી રમેલી 155 મેચમાં 33.90ની સરેરાશ અને 124.76નાં સ્ટ્રાઇક રેટથી 4509 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શિખર ધવનનો IPLમાં ધમાકો, વિરાટ-રૈના-રોહિતને પાછળ રાખી બન્યો નંબર-1 appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/shikhar-dhawan-created-new-records-in-ipl/
via Best Gujarati News

0 Comments