IPL: સૌથી મોંઘો ખરીદાયેલો આ ગુજરાતી બૉલર 25 મેચો બાદ બન્યો ‘મેન ઑફ ધ મેચ’
રાજસ્થાન રૉયલ્સે શનિવારનાં આઈપીએલની 12મી સીઝનની ઘરઆંગણે રમાયેલી મેચમાં હૈદરાબાદને 7 વિકેટે પરાજય આપ્યો. સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનનાં બૉલર્સે હૈદરાબાદને મોટો સ્કોર કરવા દીધો નહોતો. યજમાન ટીમને જીતવા માટે ફક્ત 161 રનની જરૂર હતી. રાજસ્થાન રૉયલ્સે 19.1 ઑવરમાં 3 વિકેટ ખોઈને જીત મેળવી હતી. આ જીત સાથે રાજસ્થાન 12 મેચોમાં 10 અંક સાથે છઠ્ઠા સ્થાને આવી ગઈ છે. પ્લેઑફની દોડમાં બની રહેવા માટે તેણે 30 એપ્રિલનાં રૉયલ ચેલેન્જર્સ બેંગલોર અને 4 મેનાં દિલ્હી કેપિટલ્સ સામે જીતવું પડશે.
બીજી તરફ સન રાઈઝર્સ હૈદરાબાદની ટીમ 11 મેચોમાં 10 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. રાજસ્થાનની જીતમાં 27 વર્ષનાં ઝડપી બોલર જયદેવ ઉનડકટ ‘મેન ઑફ ધ મેચ’ રહ્યો. તેણે 4 ઑવરમાં 26 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ એજ ઉનડકટ છે જેની પર છેલ્લી બે આઈપીએલમાં સૌથી મોંઘી બોલી લગાવવામાં આવી છે. ત્યારબાદ 25 મેચોમાં આ તેણે પહેલીવાર ‘મેન ઑફ ધ મેચ’નો એવૉર્ડ જીત્યો છે.
ડાબા હાથનાં ઝડપી બૉલર ઉનડકટનાં પ્રદર્શનની વાત કરીએ તો તેના પર ગત વર્ષે 11.5 કરોડ અને આઈપીએલ 2019માં 8.4 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. ઉનડકટે મોંઘા વેચાયા બાદ રાજસ્થાન રૉયલ્સ માટે આઈપીએલ 2018માં 15 મેચોમાં 11 વિકટ નીકાળી હતી, જ્યારે અત્યારે રમાઇ રહેલી સીઝનમાં તેણે 10 મેચોમાં 9 વિકેટ ઝડપી છે.
ઉલ્લેખનીય છે કે ઉનડકટે રાઇઝિંગ પુણે સુપરજાયંટ્સ તરફથી 2017માં આઈપીએલમાં રમતા 12 મેચોમાં એક હેટ્રિક સહિત 24 વિકેટ ઝડપી હતી. આઈપીએલમાં ઉનડકટે પાંચમીવાર ‘મેન ઑફ ધ મેચ’નો એવૉર્ડ જીત્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post IPL: સૌથી મોંઘો ખરીદાયેલો આ ગુજરાતી બૉલર 25 મેચો બાદ બન્યો ‘મેન ઑફ ધ મેચ’ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/jaydev-unadkat-received-man-of-the-match-after-25-matches/
via Best Gujarati News
0 Comments