ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાયા. આ મેચમાં ચેન્નાઈએ કોલકાતાને 5 વિકેટે માત આપી છે. કોલકાતાએ પહેલા બેટિંગ કરતા 20 ઑવરમાં 8 વિકેટે 161 રન બનાવ્યા હતા. ચેન્નાઈએ રૈનાનાં અણનમ 58 અને રવિન્દ્ર જાડેજાનાં 17 બૉલમાં 31 રનની મદદથી 5 વિકેટે વિજય મેળવ્યો.

  • રૈનાનાં પચાસ રન પુરા.
  • સુનીલ નરેનની ઑવરમાં ધોની આઉટ. ધોનીએ 13 બૉલમાં 16 રન બનાવ્યા.
  • કેદાર જાધવ 12 બૉલમાં 20 રન બનાવીને પિયૂષ ચાવલાની બૉલિંગમાં આઉટ થયો.
  • પિયૂષ ચાવલાની બૉલિંગમાં અંબાતિ રાયડૂ 5 રન પર કેચ આઉટ થયો.
  • પ્લેસિસ 16 બૉલમાં 24 રન બનાવીને સુનીલ નરેનની બૉલિંગમાં બૉલ્ડ થયો.
  • ગર્નીએ વૉટસનને 6 રને આઉટ કરીને કોલકાતાને પહેલી સફળતા અપાવી.

કોલકાતા

  • કોલકાતાએ 20 ઑવરમાં 8 વિકેટે 161 રન બનાવ્યા
  • કુલદીપ યાદવ 0 રને રન આઉટ.
  • શાર્દુલ ઠાકુરે શુભમન ગિલને 15 રને આઉટ કર્યો.
  • શાર્દુલ ઠાકુરે દિનેશ કાર્તિકને 18 રને આઉટ કર્યો.
  • રસેલ 4 બૉલમાં 10 રન બનાવીને તાહિરની બૉલિંગમાં કેચ આઉટ થયો.
  • તાહિરની ઑવરમાં ક્રિસ લીન કેચ આઉટ. લીને 51 બૉલમાં 6 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 82 રન બનાવ્યા.
  • શૂન્ય રન પર રોબિન ઉથપ્પા ઇમરાન તાહિરની ઑવરમાં આઉટ.
  • નીતીશ રાણા 21 રન પર ઇમરાન તાહિરની બૉલિંગમાં કેચ આઉટ.
  • ક્રિસ લીને પોતાની 8મી અને આ સીઝનમાં બીજી અડધી સદી ફટકારી.
  • સુનીલ નરેન 7 બૉલમાં 2 રન બનાવીને આઉટ.
  • ચેન્નાઈએ ટોસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે.

ઇડન ગાર્ડન્સમાં આ મેચ રમાવા જઇ રહી છે. દિલ્હી સામેની જીત બાદ ચેન્નાઈ આ મેચ પણ જીતવા ઇચ્છશે. કોલકાતાની લય સતત 2 હાર બાદ તૂટી ગઇ છે. કોલકાતાએ પહેલા ચેન્નાઈ સામે અને પછી દિલ્હી સામે હારનો સામનો કરવો પડ્યો. કોલકાતાની ટીમ ચેન્નાઈ સામે દબાવમાં હશે. છેલ્લા 2 પરાજયમાં જોવા મળ્યું છે કોલકાતાની ટીમ આન્દ્રે રસેલ પર નિર્ભર છે.

આ સાથે કોલકાતાની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે કાંડાની ઇજાનાં કારણે રસેલનું રમવું શંકાસ્પદ છે. રસેલે દિલ્હી સામે 21 બૉલમાં 45 રન ફટકાર્યા હતા. જો કે આ મેચમાં કોલકાતાનો પરાજય થયો હતો. કોલકાતનો પ્રતિભાશાળી યુવા ખેલાડી શુભમન ગિલ જો કે સારા ફૉર્મમાં છે અને તેણે દિલ્હી સામે 39 બૉલમાં 65 રન ફટકાર્યા હતા. ગત સીઝનમાં દિનેશ કાર્તિક તેમની ટીમ માટે સૌથી વધારે રન બનાવનાર ખેલાડી રહ્યો હતો, પરંતુ આ સીઝનમાં તેનું પ્રદર્શન નિરાશાજનક છે.

તો મહેન્દ્રસિંહ ધોની ‘નો-બૉલ’ વિવાદને ભૂલીને મેચમાં વિજય મેળવવા ઇચ્છશે અને પોઇન્ટ ટેબલમાં પોતાનું સ્થાન વધારે મજબૂત કરશે.

ટીમ:

કોલકાતા: રોબિન ઉથપ્પા, સુનીલ નરેન, ક્રિસ લીન, નીતીશ રાણા, દિનેશ કાર્તિક (કેપ્ટન), શુભમન ગિલ, આન્દ્રે રસેલ, પિયુષ ચાવલા, પ્રસિદ્ધ ક્રિષ્ના, કુલદીપ યાદવ, હૈરી ગર્ની

ચેન્નાઈ: શેન વૉટસન, પ્લેસિસ, સુરેશ રૈના, અંબાતિ રાયડૂ, કેદાર જાધવ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, ઇમરાન તાહિર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post KKRvsCSK: ચેન્નાઈએ કોલકાતાને 5 વિકેટે આપી માત, રૈના-જાડેજા બન્યા જીતનાં હીરો appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/kkr-will-take-on-to-csk-in-eden-gardens/
via Best Gujarati News

0 Comments