મેચ જીત્યા બાદ કોહલીએ સ્વીકાર્યું, “હું તણાવમાં હતો પરંતુ અનુષ્કાએ કરી મદદ”
રૉયલ ચેલેન્જર્સ બેંગલોરનાં કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સની ભાગેદારી અને અન્ય ખેલાડીઓનાં સાથની મદદથી IPLની આ સીઝનમાં RCBએ કિંગ્સ ઇલેવન પંજાબ સામે પોતાની પહેલી જીત મેળવી. આ તક પર વિરાટ કોહલીએ કહ્યું કે, “અમે બંને લાંબી ભાગેદારી કરવા માટે સક્ષમ છીએ, કેમકે અમે બંને એક જેવું રમીએ છીએ. અમે બંને વિકેટની વચ્ચે સારું દોડીએ છીએ અને એકબીજાને સારી રીતે સમજીએ છીએ.”
IPLનાં ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવેલા વિડીયોમાં વિરાટ કોહલીએ કહ્યું કે, “ડીવિલિયર્સની સાથે બેટિંગ કરવાનું હંમેશા સુખદાયક હોય છે. વગર કંઇ કહ્યે પણ અમે રમત વિશે ઘણું બધું જાણીએ છીએ અને સમજીએ છીએ. મેદાન પર અમે બંને ઘણા બધા ઇન્ટેન્સ હતા અને તેનો લાભ મળ્યો. આ વાતે અમારા પક્ષમાં માહોલ બનાવ્યો.” રમત પર પત્નીનાં પ્રભાવ વિશે કોહલીએ કહ્યું કે, “અમારા લગ્નને એક વર્ષથી વધારે સમય થઇ ચુક્યો છે. મારા જીવનમાં જે સૌથી સારી વાત છે તે છે અનુષ્કા સાથે લગ્ન.”
કોહલીએ કહ્યું કે, “અનુષ્કાએ મારી દુનિયા બદલી દીધી છે. મારી પાસે દુનિયાની સૌથી સુંદર પત્ની, સૌથી સુંદર વ્યક્તિ અને મજબૂતી આપનાર વ્યક્તિત્વ છે. પહેલા હું તણાવમાં રહેતો હતો, પરંતુ અનુષ્કાએ મને મોટીવેટ કર્યો. રમતથી દૂર અમે એકબીજા સાથે ઘણો સારો સમય પસાર કર્યો. મારા વિચારથી હું ભાગ્યશાળી છું કે મારી પાસે એવી વ્યક્તિ છે જે મારા માઇન્ટસેટને સમજે છે. જો કે હું ફરી અનુષ્કા સાથે ક્વૉલિટી સમય પસાર કરવા ઇચ્છુ છું ક્રિકેટથી મુક્ત થઇને.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મેચ જીત્યા બાદ કોહલીએ સ્વીકાર્યું, “હું તણાવમાં હતો પરંતુ અનુષ્કાએ કરી મદદ” appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/virat-said-that-anushka-sharma-motivated-him/
via Best Gujarati News
0 Comments