ખરાબ ચાલી રહ્યો છે વિરાટ કોહલીનો સમય, હવે ફટકારાયો 12 લાખ રૂપિયાનો દંડ
IPL 2019માં સતત 6 હાર બાદ બેંગલોર રૉયલ ચેલેન્જર્સનો શનિવારનાં રોજ વિજય થયો હતો. કેપ્ટન વિરાટ કોહલી અને તેમની ટીમ આ જીતનો ઉલ્લાસ પણ વ્યવસ્થિત નહોતી મનાવી શકી ત્યાં એક ખરાબ સમાચાર આવી ગયા. આરસીબીનાં કેપ્ટન વિરાટ કોહલી પર કિંગ્સ ઇલેવન પંજાબ સામે ધીમી ઑવર ગતિનાં કારણે 12 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે.
આઈપીએલ તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, “ધીમી ઑવર ગતિ સાથે સંકળાયેલી આચાર સહિંતા અંતર્ગત આ સત્રમાં ટીમનો પહેલો ગુનો હતો. કોહલી પર 12 લાખ રૂપિયા દંડ લગાવવામાં આવ્યો છે.” આ પહેલા રાજસ્થાન રૉયલ્સનાં કેપ્ટન આંજિક્ય રહાણે અને મુંબઈ ઇન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્મા પર પણ દંડ ફટકારવામાં આવી ચુક્યો છે. આરસીબીનાં કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે તેની ટીમનાં ખેલાડીઓએ આ સીઝનમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું, પરંતુ હવે તેઓ સારું પ્રદર્શન કરવા ઇચ્છે છે. બેંગલોરે શનિવારનાં રમાયેલી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને 8 વિકેટે હરાવ્યું.
મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું કે, “આ સમયે ઇન્ટરવ્યૂ આપવું ઘણું સારું લાગી રહ્યું છે. મેચ જીતીને ઘણી ખુશી થઇ. છેલ્લા કેટલાક મુકાબલાઓમાં કિસ્મત અમારી સાથે નહોતી. એવું નહીં કહું કે અમે દરેક મેચમાં બદકિસ્મત હતા, પરંતુ અમારે કેટલીક મેચો જીતવી જોઇતી હતી. આટલી નિરાશા સહન કર્યા બાદ છોકરાઓ ફરી સારું પ્રદર્શન કરવા ઇચ્છે છે અને અમે આ વિશે વાત કરી.”
કોહલીએ મેચની સ્થિતિ પર કહ્યું કે, “અમે વિચાર્યું હતુ કે 190નો સ્કૉર સારો રહેશે અને અમે તેમને 190 પર રોકવામાં સફળ રહ્યા. 8 ઑવરમાં 60 રન આપીને 4 વિકેટ લેવી સારું પ્રદર્શન હતુ. અમે જાણતા હતા કે ક્રિસ ગેલ છેક સુધી બેટિંગ કરશે. અમને ડૉટ બૉલ ફેંકવાની ઘણી તકો મળી. અમે જાણતા હતા કે જો અમે સારી બૉલિંગ કરીશુ તો અમે તેમને રોકી શકીશું.” આ જીત છતા બેંગ્લોર 2 અંક સાથે છેલ્લા નબંરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ખરાબ ચાલી રહ્યો છે વિરાટ કોહલીનો સમય, હવે ફટકારાયો 12 લાખ રૂપિયાનો દંડ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/virat-kohli-finned-for-slow-over-rate/
via Best Gujarati News
0 Comments