સોમવારનાં રોજ પસંદગીકર્તાઓ વિશ્વ કપ 2019 માટે ભારતીય પુરૂષ ટીમની જાહેરાત કરશે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન સેહવાગે સોશિયલ મીડિયા પર 15 સભ્યોની ટીમ પસંદ કરી છે. વર્લ્ડ કપની શરૂઆત 30 મેનાં રોજ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં થશે.

સેહવાગે આ ટ્વિટમાં વર્લ્ડ કપ 2015ની ટીમ પણ સાથે પૉસ્ટ કરી છે. સેહવાગે જણાવ્યું કે તેની 2019ની ટીમમાંથી 7 ખેલાડી 2015નાં વર્લ્ડ કપનાં પણ છે અને 8 ખેલાડી નવા છે. વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, શિખર ધવન, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી 2015નાં વિશ્વ કપમાં પણ ટીમનાં ભાગ હતા. તો 8 નવા ખેલાડી છે, જેમાં કેએલ રાહુલ, વિજય શંકર, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને ઋષભ પંત.

સોમવારનાં રોજ મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની મુંબઈમાં બેઠક મળશે, ત્યારબાદ વર્લ્ડ કપ માટે ટીમ પસંદ કરવામાં આવશે. અત્યારે ભારતીય ક્રિકેટર્સ IPLમાં વ્યસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આવતીકાલે વર્લ્ડ કપની ટીમ જાહેર થાય તે પહેલા સેહવાગે પસંદ કરી પોતાની ટીમ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/virendra-sehwag-shared-his-indian-team-for-wc/
via Best Gujarati News

0 Comments