ક્રિકેટર પાર્થિવ પટેલ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર વતી રમી રહ્યો છે. આરસીબીમાં તે વિકેટકિપર ઉપરાંત મહત્વના બેટ્સમેન તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યો છે. પરંતુ આ વખતની આઈપીએલમાં તે દરેક મેચ રમીને પોતાના વતન અમદાવાદ પરત ફરે છે.

પાર્થિવ આરસીબીની ટીમ સાથે બેંગલોરમાં છે. ટીમ સાથે મેચ રમવા માટે દેશના અલગ-અલગ શહેરોનાં પ્રવાસ કરી રહ્યો છે. પરંતુ લગભગ દરેક મેચ બાદ પાર્થિવ પટેલ અમદાવાદ આવી જાય છે. આમ કરવા પાછળનું કારણ પાર્થિવ પટેલના પિતાની બીમારી છે. તેના પિતા બ્રેન હેમરેજના કારણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે.

34 વર્ષિય ક્રિકેટરના પિતા ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં દાખલ છે. જેના કારણે તેનું ધ્યાન પોતાના ફોન ઉપર રહે છે. ફોન દ્વારા તેને પિતાની સ્થિતિ વિશે ખબર પડે છે. જોકે મેચ દરમિયાન પાર્થિવનો પરિવાર તેને ફોન કરતા નથી. પાર્થિવે જણાવ્યું હતું કે મેચ પછી તે જ્યારે પણ ફોન ઉઠાવે છે તો તેને ડર રહે છે.

પાર્થિવે જણાવ્યું હતું કે જ્યારે હું રમતો હોવ છું ત્યારે મારા મગજમાં કશું હોતું નથી. જોકે મેચ પૂરી થાય પછી મારું મન ઘર વિશે વિચાર કરવા લાગે છે. સવારે ઉઠતા જ પિતાના સ્થિતિ વિશે ખબર લઉ છું, ડોક્ટરો સાથે વાત કરું છું. ક્યારેય કેટલાક સખત નિર્ણય લેવા પડે છે. મારી માતા અને પત્ની ઘર છે પણ અંતિમ નિર્ણય લેતા પહેલા મને પુછવામાં આવે છે. શરુઆતના દિવસો ઘણા અહમ હતા. શું થોડાક દિવસો માટે વેન્ટિલેટર બંધ કરી દે, કેટલો ઓક્સિજન આપવો જોઈએ. આવા નિર્ણયો લેવા મુશ્કેલ હોય છે.

ક્રિકેટરે ઉમેર્યું હતું કે, મેચના દિવસે ઘણી વખત આવા નિર્ણયો લેવાના હોય છે ત્યારે મારો પરિવાર નિર્ણય લેશે અને પછી મને બતાવે છે. તે નથી ઇચ્છતા કે મારું ધ્યાન ભટકે. પહેલા ઘણા ખરાબ વિચારો આવતા હતા પણ હવે પરિવારે પોતાને સંભાળી લીધો છે.

આરસીબીએ મેચ પછી પાર્થિવ પટેલને ઘરે જવાની મંજૂરી આપેલી છે. રિપોર્ટ પ્રમાણે તે દર વખતે મેચ પછી સીધો ઘરે આવે છે અને પછી મેચ પહેલા ટીમ સાથે જોડાઈ જાય છે. સતત મુસાફરીના કારણે પ્રેક્ટિસ પર પણ ઘણી અસર થાય છે પણ પાર્થિવ પોતાની રમત ઉપર તેની અસર થવા દેતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ક્રિકેટર પાર્થિવ પટેલ આઈપીએલની દરેક મેચ બાદ કેમ આવે છે અમદાવાદ? appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/cricketer-parthiv-patel-balancing-between-father-and-ipl/
via Best Gujarati News

0 Comments