દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં રવિવારના રોજ રમાયેલ આઇપીએલની એક મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 16 રનથી હરાવી દીધી. તેની સાથે જ દિલ્હીએ પ્લેઓફમાં જગ્યા પણ પાક્કી કરી લીધી. દિલ્હી એ 2012 બાદથી પહેલી વખત પ્લેઓફમાં પ્રવેશ કર્યો.

બીજીબાજુ આરસીબીની આ હારની સાથે જ કોહલીની ટીમના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાવ્યો. ટી-20 ફોર્મેટમાં કોહલીની ટીમની આ 100મી હાર હતી. તેની સાથે જ ટી-20 ફોર્મેટમાં 100 મેચ હારનાર પહેલી ભારતીય ટીમ બની ગઇ છે. ટીમે આઇપીએલમાં અત્યાર સુધીમાં 92 જ્યારે ચેમ્પિયન્સ લીગ ટી-20મા 8 મેચોમાં હાર ઝીલી છે.

આખા વિશ્વની વાત કરીએ તો ટી-20 ફોર્મેટમાં આરસીબી 100 મેચ હારનાર ત્રીજા નંબર પર છે. આ સિવાય ઇંગ્લિશ ડોમેસ્ટિક ટીમે મિડલસેક્સ (Middlesex)ને 112 મેચોમાં હાર મળી છે અને ડર્બીશાયર (Derbyshire)ને 101 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

બેંગ્લોરે શરૂઆત તો સારી કરી હતી, પરંતુ મધ્યની ઓવરોમાં નિયમિત અંતરાલ પર મોટા ખેલાડીઓ આઉટ થવાના લીધે બેંગ્લોર રાહ ભટકી ગયું. આ હારની સાથે જ બેંગ્લોરની પ્લેઓફની આશાઓ ખત્મ થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post IPLમાં કોહલીની ટીમનો શરમજનક રેકોર્ડ, આવું કરનારી બની પહેલી ટીમ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/ipl-2019-virat-kohli-team-100th-match-defeat-in-twenty20/
via Best Gujarati News

0 Comments