ઈંગ્લેન્ડના 23 વર્ષીય ક્રિકેટર સેમુઅલ રોબર્ટ હેને વિશ્વનો સૌથી ખતરનાક બેટ્સમેનોમાંથી એક ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. જો કે, લિસ્ટ એની મેચોમાં વિરાટ કોહલીના નામે સૌથી વધુ સરેરાશથી રન બનાવવાનો રેકોર્ડ હતો, જે સેમુઅલે 28 એપ્રિલે રમાયેલી મેચમાં 161 રનની ધમાકેદાર ઈનિંગ રમીને તોડી નાખ્યો છે.

વિરાટ કોહલીનો લિસ્ટ એ મેચોમાં બેટિંગની ઔસત 57.94ની છે, જ્યારે સેમુઅલ રોબર્ટની 161 રનોની ઈનિંગ બાદ તેમની સરેરાશ 58.52 થઇ ગઇ છે, જે કોહલીની ઔસતથી વધારે છે. તેની સાથે તેમને લિસ્ટ એની મેચોમાં બેટિંગ કરતા કોહલીને પછાડીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

વિરાટ કોહલીએ 2006થી લઇને 2019 સુધી કુલ 261 લિસ્ટ એની મેચ રમી છે, જેમાં તેમને 57.94ની ઔસતથી કુલ 12,285 રન બનાવ્યા છે. કોહલીએ લિસ્ટ એની આ મેચોમાં 45 સદી અને 57 અડધી સદી પણ ફટકારી છે. કોહલીનો લિસ્ટ એ મેચોમાં સર્વોચ્ચ સ્કોર 183 રનનો છે.

જ્યારે, સેમુઅલ રોબર્ટે 2013થી અત્યાર સુધી કુલ 56 લિસ્ટ એ મેચ રમી છે, જેમાં તેમને 58.52ની ઔસતથી કુલ 2,692 રન બનાવ્યા છે. સેમુઅલે 56 મેચોમાં 10 સદી અને 14 અડધીસદી પણ ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 161 રનનો છે. આ ઈનિંગ તેમને 28 એપ્રિલે રમાયેલી મેચમાં રમી હતી.

જો કે, રોયલ લંડન વનડે કપ ટૂર્નામેન્ટની એક મેચમાં 28 એપ્રિલે વાર્વિકશાયર (Warwickshire)ની ટીમનો સામનો વોરસેસ્ટરસર (Worcestershire)ની ટીમ સામે થયો હતો. આ મુકાબલામાં પહેલી બેટિંગ કરતા Warwickshireની ટીમે સેમુઅલ રોબર્ટના 161 રનની અણનમ ઈનિંગની મદદથી 50 ઓવરમાં 5 વિકેટ પર 315 રન બનાવ્યા હતા. તેના જવાબમાં Worcestershire ની ટીમ 47.2 ઓવરમાં 281 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.

શું હોય છે લિસ્ટ એ મેચ?
લિસ્ટ એ મેચ ક્રિકેટની મર્યાદિત ઓવર (એક દિવસીય)નું એક ફોર્મેટ છે. લિસ્ટ એ ક્રિકેટની રમતમાં ઓવરોની સીમા 40થી 60 ઓવર સુધીની હોઇ શકે છે. લિસ્ટ એ ક્રિકેટમાં વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, સીમિત ઓવરોના ઘરેલૂ ક્રિકેટ અને વો આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પણ સમાવેશ થાય છે, જેમાં ICC દ્વારા સત્તાવાર ODI (વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ)નો દરજ્જો મળ્યો નથી.

સૌથી વધુ ક્રિકેટ રમનારા દેશોમાં લિસ્ટ એ ક્રિકેટના અલગ અલગ રૂપ છે, જેમ કે ભારતમાં વિજય હજારે ટ્રોફી અને દેવધર ટ્રોફી, આ રીતે ઈંગ્લેન્ડમાં રોયલ લંડન વનડે કપ અને ઓસ્ટ્રેલિયામાં જેએલટી વનડે કપ જાણીતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post લંડનમાં આ ક્રિકેટરે વિરાટ કોહલીના શાનદાર રેકોર્ડને તોડ્યો, બન્યો નબંર-1 appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/samuel-robert-hains-list-a-cricket-average-is-higher-than-virat-kohli/
via Best Gujarati News

0 Comments