વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલ (અણનમ 80), શુભમન ગિલ (76) અને ક્રિસ લિન (54)ની અડધીસદીની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઇ ઈન્ડિયન્સ વિરુદ્ધ આઈપીએલની 12મી સીઝનની મેચમાં બે વિકેટ પર 232 રનનો વિશાળ લક્ષ્યાંક બનાવ્યો હતો. ત્યારબાદ બેટ્સમેનો બાદ બોલરોની ધમાલથી મુંબઇ ઈન્ડિયન્સને 34 રનથી હરાવીને સતત 6 હારના ક્રમને તોડતા પ્લેઓફમાં સ્થાન બનાવવા માટે આશા હજી જીવિત રાખી છે.

બે વખતની ચેમ્પિયન કોલકાતાની આઈપીએલમાં આ બીજો સર્વોચ્ચ સ્કોર છે. જ્યારે, આઈપીએલની આ સીઝનનો આ સર્વોચ્ચ સ્કોર છે. રસેલે 40 બોલમાં 80 રનની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 8 સિક્સર ફટકારી હતી. રસેલની વિસ્ફોટક બેટિંગના આધારે કોલકાતાએ છેલ્લી 3 ઓવરોમાં 55 રન બનાવ્યા હતા.

ક્રિસ ગેલ માટે ખતરો બન્યો આંદ્રે રસેલ
આ મેચમાં રસેલે પોતાની આઈપીએલ કરિયરની 8મી અડધીસદી ફટકારી હતી. રસેલનો સીઝન-12માં આ સર્વોચ્ચ સ્કોર છે. રસેલે આ આઇપીએલ સીઝનમાં પોતાની 50 સિક્સરો પણ પુરી કરી છે. આંદ્રે રસેલ હવે આઈપીએલમાં ક્રિસ ગેસલની સિક્સરોના ઓલટાઇમ બેસ્ટ રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયો છે. આઈપીએલની કોઇ એક સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની વાત કરવામાં આવે તો આ રેકોર્ડ વેસ્ટઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના નામે છે.

ક્રિસ ગેલે IPL 2012માં સૌથી વધુ રેકોર્ડબ્રેક 59 સિક્સર ફટકારી હતી. આ રેકોર્ડ અત્યાર સુધી કોઇ તોડી શક્યું નથી, પરંતુ આંદ્રે રસેલની પાસે આ રેકોર્ડ તોડવાનો અવસર છે. ગેલના સિક્સરોનો રેકોર્ડ તોડવા માટે રસેલને 10 સિક્સરો ફટકારવી પડશે. કોલકાતાની પાસે પ્લેઓફ સુધીમાં બજી બે મેચ બાકી છે, એવામાં રસેલ આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. કોલકાતા જો પ્લેઓફમાં પહોંચે છે તો રસેલને અન્ય કેટલાંક અવસરો મળશે.

એક IPL સીઝનમાં સૌથી વધુ સિક્સરોનો રેકોર્ડ
59- ક્રિસ ગેલ (2012)
51- ક્રિસ ગેલ (2013)
50- આંદ્રે રસેલ (2019
44- ક્રિસ ગેલ (2011)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આંદ્રે રસેલે વધારી ક્રિસ ગેલની મુશ્કેલીઓ, IPLનો 7 વર્ષ જૂનો રેકોર્ડ હવે મૂકાયો ખતરામાં! appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/andre-russell-chris-gayle-most-sixes-all-time-best-record-ipl-most-sixes-record/
via Best Gujarati News

0 Comments