IPL: ધોનીની ધમાકેદાર ઇનિંગ્સ અને ચેન્નાઇએ જીતની બનાવી હેટ્રિક, આ કારનામું કરનાર પહેલી ટીમ
એમએસ ધોનીના આલોચક જ નહીં, પ્રશંસક પણ એ માનવા લાગ્યા છે કે હવે આ ક્રિકેટર પહેલાં જેવી જ તોફાની કરી શકતો નથી. કહેવાય છે કે ધોની પોતાની રમતથી બધાને ચોંકાવતો રહ્યો છે. ધોનીએ ઇન્ડિયન ટી20 લીગ (આઇપીએલ)માં રવિવારના રોજ રાજસ્થાનની વિરૂદ્ધ કંઇક એવું જ કર્યું જે લોકોને તેમના અંગે ફરીથી વિચારવા માટે મજબૂર કરી ગયા.
ચેન્નાઇના 37 વર્ષના કેપ્ટને આ મેચમાં 75 રન બનાવ્યા અને પોતાની ટીમની જીતમાં અગત્યની ભૂમિકા નિભાવી. ચેન્નાઇએ રાજસ્થાનને આ મેચમાં 8 રનથી હરાવ્યું. આ આઇપીએલમાં તેની સતત ત્રીજી જીત છે. આ સિવાય કોઇપણ ટીમ હાલની સીઝનમાં ત્રણ મેચ જીતી શકયું નથી. બીજીબાજુ રાજસ્થાનને સતત ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો. બેંગલૂરૂની ટીમ પણ સતત ત્રણ મેચ હારી ચૂકયું છે.
પહેલી વખત એવું નથી બન્યું કે કોઇ બેટસમેને આઇપીએલમાં 75 રન બનાવ્યા છે પરંતુ ધોની એ જે અંદાજમાં આ રન બનાવ્યા તેની કહાની દિલચસ્પ છે. ચેન્નાઇની ટીમે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ફટાફટ વિકેટ ગુમાવી. 27 રન પર ત્રીજી અને 88 રન પર ચોથી વિકેટ ગુમાવનાર આ ટીમે 17 ઓવરની સમાપ્તિ સુધીમાં ચાર વિકેટ પર 115 રન બનાવ્યા હતા. ત્યારે લાગી રહ્યું હતું કે આ ટીમ મુશ્કેલથી 150 રન બનાવી શકશે. પરંતુ એમએસ ધોનીએ છેલ્લી ઓવરમાં તોફાની ઇનિંગ્સ રમીને પોતાની ટીમનો સ્કોર 175 રન સુધી પહોંચાડી દીધો.
એમએસ ધોનીએ 46 બોલમાં 75 રન બનાવ્યા. તેમાં ચાર ચોગ્ગા અને એટલા જ છગ્ગા સામેલ છે. આ એક સમયે 38 બોલ પર 49 રન બનાવી રમતો હતો. ધોનીએ ત્યારબાદ છેલ્લાં આઠ બોલમાં 26 રન ફટકાર્યા અને પોતાનો સ્કોર 75 અને ટીમનો સ્કોર 175 રન પર પહોંચાડી દીધો. ચેન્નાઇ માટે સુરેશ રૈના એ 32 બોલ પર 36 અને ડ્વેન બ્રાવો એ 16 બોલ પર 27 રન બનાવ્યા.
ટી20 મેચમાં 176ના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોઇ ટીમ જ્યારે 14 રન પહોંચવા સુધી ત્રણ વિકેટ ગુમાવી દીધી તો તેના પ્રશંસક પણ જીતની આશા છોડી બેસે છે. જો કે આ મેચને જોઇ એવું નહોતું કહી શકાતું. રાજસ્થાને 14 રન પર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ પણ સારું પ્રદર્શન કતર્યું. એક સમયે જીત માટે અંતિમ ઓવરમાં 12 રન જોઇતા હતા અને તેની ચાર વિકેટ બાકી હતી. બેન સ્ટોકસ 46 રન બનાવી ક્રીઝ પર હતો. પરંતુ અંતિમ ઓવરમાં બાજી બદલાય ગઇ. ડ્વેન બ્રાવો એ આ ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા અને બે વિકેટ પણ ઝડપી લીધી. આમ રાજસ્થાનની ટીમ લક્ષ્યથી 9 રન દૂર રહી ગઇ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post IPL: ધોનીની ધમાકેદાર ઇનિંગ્સ અને ચેન્નાઇએ જીતની બનાવી હેટ્રિક, આ કારનામું કરનાર પહેલી ટીમ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/ipl-2019-m-s-dhoni-masterclass-continue-csks-unbeaten-run/
via Best Gujarati News
0 Comments