। હૈદરાબાદ ।

મેન ઓફ ધ મેચ જ્હોની બેરસ્ટો અને ઓપનર ડેવિડ વોર્નર વચ્ચેની રેકોર્ડ બ્રેક ૧૮૫ રનની ભાગીદારીની મદદથી સનરાઇઝર્સ હૈદારાબાદે વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૧૧૮ રને કારમો પરાજય આપ્યો હતો. હૈદરાબાદની ત્રણ મેચમાં આ બીજી જીત છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો આ સતત ત્રીજો પરાજય હતો.

હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતાં જ્હોની બેરસ્ટોની અને ડેવિડ વોર્નરની સદીની મદદથી નિર્ધારિત ૨૦ ઓવરમાં બે વિકેટ ગુમાવી ૨૩૧ રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૧૩ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ૨૩૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને અફઘાનિસ્તાનના સ્પિનર મોહંમદ નબીએ શરૂઆતમાં એક બાદ એક ચાર ઝટકા આપ્યા હતા જેને કારણે બેંગ્લોરે એક સમયે ૩૬ રનના સ્કોરે છ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ માટે ૫૦ રનનો સ્કોર પાર કરવો પણ મુશ્કેલ લાગી રહ્યો હતો ત્યારે ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમે કેટલાક ક્લાસિક શોટ ફટકારી ૩૭ રન બનાવતાં ટીમ ૧૦૦ રનની પાર પહોંચી શકી હતી. ગ્રાન્ડહોમ બેંગ્લોર તરફથી ટોપ સ્કોરર રહ્યો હતો. બીજા નંબરે પ્રયાસ રે બર્મન રહ્યો હતો જેણે ૧૯ રન બનાવ્યા હતા. ઉમેશ યાદવે ૧૪ અને ર્પાિથવ પટેલ ૧૧ રન બનાવી આઉટ થયો હતો. ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ત્રણ અને એબી ડી વિલિયર્સ એક રન બનાવી આઉટ થયો હતો. આમ, બેંગ્લોરની ટીમ બેરસ્ટોના ૧૧૪ રનના સ્કોરને પણ પહોંચી શકી નહોતી.

બેરસ્ટો-વોર્નરે સર્વાધિક ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો 

આ મેચમાં જ્હોની બેરસ્ટો અને ડેવિડ વોર્નરે પ્રથમ વિકેટ માટે ૧૮૫ રનની ભાગીદારી નોંધાવી ગૌતમ ગંભીર અને ક્રિસ લિનનો રેકોર્ડ તોડયો હતો. ગંભીર અને લિને ૨૦૧૭માં ગુજરાત લાયન્સ સામે પ્રથમ વિકેટ માટે ૧૮૪ રનની ભાગીદારી નોંધાવી હતી. આ ઉપરાંત બેરસ્ટો અને વોર્નરે ઓપનર તરીકે સદી ફટકારી હતી અને તે આઈપીએલના ઇતિહાસમાં બંને ઓપનર તરીકે એક મેચમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયા હતા. જોકે, આઈપીએલમાં બીજી વખત બન્યું હતું કે, એક ટીમના બે ખેલાડીઓએ સદી ફટકારી હોય. આ પહેલાં ૨૦૧૬માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી કોહલી અને એબી ડી વિલિયર્સે ગુજરાત લાયન્સ સામે સદી ફટકારી હતી. કોહલીએ બીજા અને ડી વિલિયર્સે ત્રીજા ક્રમે સદી ફટકારી હતી. બેરસ્ટો-વોર્નરની જોડીએ સતત ત્રીજી મેચમાં શતકીય ભાગીદારી નોંધાવી હતી. તેઓએ કોલકાતા સામે ૧૧૮ અને રાજસ્થાન સામે ૧૧૦ રનની ભાગીદારી નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post બેરસ્ટો સામે બેંગ્લોર હાર્યું appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/barstow-in-bangalore-yes/
via Best Gujarati News