। ચેન્નઈ ।

ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં આઠ રને વિજય મેળવી આ સિઝનમાં સતત ત્રીજી જીત મેળવી વિજયની હેટ્રિક નોંધાવી હતી જ્યારે રાજસ્થાન રોયલ્સનો સતત ત્રીજી મેચમાં પરાજય થયો હતો. પ્રારંભિક ધબડકા બાદ ધોનીની કેપ્ટન ઇનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ બેટિંગ કરતાં ચેન્નઈ સુપર કિંગ્સે પાંચ વિકેટ ગુમાવી ૧૭૫ રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ૨૦ ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવી ૧૬૭ રન બનાવી શકી હતી. આ જીતને કારણે ચેન્નઈના ત્રણ મેચમાં છ પોઇન્ટ થઈ ગયા છે અને તે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ચેન્નઈએ એક સમયે ૧૫ ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવી ૯૯ રન બનાવ્યા હતા પરંતુ અંતિમ પાંચ ઓવરમાં ધોનીએ બ્રાવો અને જાડેજા સાથે મળી ૭૬ રન ઝૂડયા હતા. તેમાં પણ છેલ્લી ત્રણ ઓવરમાં ૬૦ રન ફટકાર્યા હતા. ૧૭૬ રનના ટાર્ગેટા સામે રાજસ્થાને અંતિમ ઓવર સુધી લડત આપી હતી. ટીમને જીત માટે છેલ્લી ઓવરમાં ૧૨ રનની જરૂર હતી પરંતુ બેન સ્ટોક્સ પ્રથમ બોલે આઉટ થયા બાદ ચેન્નઈએ મેચ પોતાના નામે કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ચેન્નઈએે જીતની હેટ્રિક લગાવી, રાજસ્થાન સામે આઠ રને વિજય appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/chennai-winning-hat-trick/
via Best Gujarati News

0 Comments