। નવી દિલ્હી ।

પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને વિશ્વના ચોથા નંબરના ખેલાડી ડેન્માર્કના વિક્ટરએક્સલસેને ભારતના કિદાંબી શ્રીકાંતને સીધા સેટમાં પરાજય આપી બીજી વખત ઈન્ડિયા ઓપનનું ટાઇટલ જીતી લીધું હતું. પુરુષ સિંગલ્સમાં એક્સલસેને ૩૬ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૦૧૫ના ચેમ્પિયન કિદાંબી શ્રીકાંતને ૨૧-૭, ૨૨-૨૦થી પરાજય આપી ટાઇટલ જીત્યું હતું. ચોથી વખત ઈન્ડિયા ઓપનની ફાઇનલમાં રમી રહેલા એક્સલસેને આ સાથે ૨૦૧૫ની ફાઇનલમાં શ્રીકાંત સામે મળેલી હારનો બદલો પણ લીધો હતો. એક્સલસેને આ પહેલાં ૨૦૧૭માં પણ અહીં ટાઇટલ જીત્યું હતું. શ્રીકાંત સામે આઠ મેચમાં એક્સલસેનની આ પાંચમી જીત હતી.

પ્રથમ સેટમાં એકસલસેન શ્રીકાંત સામે શરૂઆતથી હાવી રહ્યો હતો. ભારતીય ખેલાડીએ વાપસીનો પ્રયાસ કર્યો પરંતુ એક્સલસેને ૯-૭ની લીડ મેળવ્યા બાદ સતત ૧૨ પોઇન્ટ મેળવી એક્સલસેને પ્રથમ સેટ ૧૧-૭થી આસાનીથી જીતી લીધો હતો. બીજા સેટમાં એક્સલસેને ૧૦-૬ની લીડ બનાવી પરંતુ શ્રીકાંતે વાપસી કરતાં ૯-૧૧નો સ્કોર કરવામાં સફળ રહ્યો હતો. બ્રેક બાદ શ્રીકાંતે અચાનક આક્રમક વલણ અપનાવતાં ૧૨-૧૨ની બરાબરી કર્યા બાદ એક્સલસેને કેટલીક ભૂલો કરતાં શ્રીકાંતે ૧૭-૧૬ અને તે પછી ૧૯-૧૭ની લીડ મેળવી હતી. એક્સલસેને ત્યારબાદ વાપસી કરતાં બીજો સેટ ૨૨-૨૦થી જીતી ટાઇટલ પણ જીતી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ઈન્ડિયા ઓપન : શ્રીકાંતને હરાવી એક્સલસેન બીજી વખત ચેમ્પિયન appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/india-open-srikanth-h/
via Best Gujarati News

0 Comments