મેસ્સીના ડબલ ગોલથી બાર્સેલોનાનો ઇસ્પાન્યોલ સામે ૨-૦થી વિજય
। બાર્સેલોના ।
લિયોનેલ મેસ્સી દ્વારા બીજા હાફમાં કરેલા ડબલ ગોલની મદદથી બાર્સેલોનાએ ઇસ્પાન્યોલને ૨-૦થી પરાજય આપ્યો હતો. આ જીતને કારણે બાર્સેલોનાના ૨૯ મેચ બાદ ૬૯ પોઇન્ટ થઈ ગયા છે અને બીજા સ્થાને રહેલી એટલેટિકો મેડ્રિડ સામે ૧૦ પોઇન્ટની લીડ મેળવી લીધી છે. મેસ્સીએ મેચની ૭૧મી મિનિટે ગોલ કરી ટીમને ૧-૦ની લીડ અપાવ્યા બાદ ૮૯મી મિનિટે ગોલ કરી ટીમને ૨-૦થી જીત અપાવી હતી. મેસ્સીના આ સિઝનમાં ૩૧ ગોલ થઈ ગયા છે. લિયોનેલ મેસ્સી ઈજાને કારણે મોરોક્કો સામેની ફ્રેન્ડલી મેચમાં રમી શક્યો નહોતો જેને કારણે ઇસ્પાન્યોલ સામેની મેચમાં તેનું રમવું શંકાસ્પદ હતું પરંતુ તે સ્વસ્થ થતાં આ મેચમાં બે ગોલ કરી ટીમને વિજય અપાવ્યો હતો.
અન્ય એક મેચમાં બીજા સ્થાને રહેલી એટલેટિકો મેડ્રિડે અલાવેસને ૪-૦થી પરાજય આપ્યો હતો. એટલેટિકો મેડ્રિડ તરફથી સોલ નિગુએઝે પાંચમી મિનિટે, ડિઆગો કોસ્ટાએ ૧૧મી મિનિટે ગોલ કર્યા હતા જ્યારે બીજા હાફમાં અલવારો મોરાટાએ ૫૯મી મિનિટે અને થોમસ પાર્ટીએ ૮૪મી મિનિટે ગોલ કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post મેસ્સીના ડબલ ગોલથી બાર્સેલોનાનો ઇસ્પાન્યોલ સામે ૨-૦થી વિજય appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/messina-double-goal-bars/
via Best Gujarati News
0 Comments