IPL: રોમાંચક મુકાબલામાં ધોનીનાં ધુરંધરોનો 8 રને વિજય, અંતિમ ઑવરમાં હાંફ્યું રાજસ્થાન
ચેન્નાઈનાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની મેચમાં રાજસ્થાનનો પરાજય થયો છે. ચેન્નાઈએ રાજસ્થાનને રોમાંચક મુકાબલામાં 8 રને પરાજય આપ્યો છે. આ મેચમાં ટૉસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે કેપ્ટન ધોનીનાં 75 અને સુરેશ રૈનાનાં 36 રનની મદદથી 20 ઑવરમાં 5 વિકેટે 175 કર્યા હતા. એક સમયે ચેન્નાઇનો સ્કોર 27 રન પર 3 વિકેટ હતો. જો કે મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એકવાર સાબિત કર્યું કે તે શા માટે બેસ્ટ છે. તેણે સાવચેતી ભરેલી બેટિંગ કરીને ચેન્નાઈનાં સ્કોરને 175 રન સુધી પહોંચાડ્યો. રૈના 36 અને બ્રાવો 27 રને તેનો સાથ આપ્યો.
176 રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ઘણી જ ખરાબ રહી 14 રનમાં જ તેણે પોતાની મહત્વની 3 વિકેટો ગુમાવી દીધી. ત્યારબાદ રાહુલ ત્રિપાઠી અને સ્ટીવ સ્મિથે ટીમને સંભાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ 75 રનનાં સ્કૉર પર રાહુલ ત્રિપાઠી 39 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ સ્ટિવ સ્મિથ 28 પણ જલદી આઉટ થઇ ગયો હતો. જો કે ઑલરાઉન્ડર સ્ટોક્સે ટીમને જીતની થોડીક આશા જન્માવી હતી પરંતુ તે 46 રન મારીને આઉટ થયો હતો. આ ઉપરાંત રાજસ્થાનનાં જોફરા આર્ચરે પણ જીતની નજીક રાજસ્થાનને પહોંચાડ્યું હતુ પરંતુ અંતિમ ઑવરમાં શ્રેયસ ગોપાલે 3 બૉલ બગાડતા બાજી બગડી હતી. જોફરા આર્ચરે 11 બૉલમાં અણનમ 24 રન ફટકાર્યા હતા. રાજસ્થાને 20 ઑવરમાં 8 વિકેટે 167 રન કર્યા હતા.
ચેન્નાઈ તરફથી દીપક ચહર, ઇમરાન તાહિર, ડ્વેન બ્રાવો અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ ઝડપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post IPL: રોમાંચક મુકાબલામાં ધોનીનાં ધુરંધરોનો 8 રને વિજય, અંતિમ ઑવરમાં હાંફ્યું રાજસ્થાન appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/csk-win-by-8-runs-against-rr/
via Best Gujarati News
0 Comments