શ્રીલંકાની ટેસ્ટ ટીમનો કેપ્ટન મુશ્કેલીમાં, પોલીસે કરી ધરપકડ
શ્રીલંકન ટેસ્ટ ટીમના કેપ્ટન દિમુથ કરુણારત્નેની કોલંબોમાં દારૂ પી ગાડી ચલાવવા અને અન્ય એક ગાડીને ટક્કર મારવાના મામલે અટકાયત કરાઈ હતી.
પોલીસે આ અંગે જાણકારી આપતાં કહ્યું કે, કરુણારત્નેએ થ્રી-વ્હીલર ગાડીને ટક્કર મારી જેને કારણે તેના ડ્રાઇવરને હોસ્પિટલ ખસેડવો પડયો હતો, જોકે તે ગંભીર રીતે ઘાયલ નથી. તેઓએ કહ્યું કે, દુર્ઘટના સમયે કરુણારત્નેએ દારૂ પીધો હતો. કરુણારત્નેને જામીન અપાયા છે.
હવે તેને આ અઠવાડિયામાં કોર્ટમાં ઉપસ્થિત થવું પડશે. જો કોર્ટમાં તેની વિરુદ્ધ કોઈ ચુકાદો આવે તો શ્રીલંકન ક્રિકેટ બોર્ડ સંભવતઃ કોઈ કાર્યવાહી કરી શકે છે.
કરુણારત્નેની કેપ્ટનશિપમાં શ્રીલંકાએ સાઉથ આફ્રિકાની ધરતી પર બે ટેસ્ટ મેચની સિરીઝ જીતી હતી અને આગામી વન-ડે વર્લ્ડ કપમાં પણ તેને વન-ડે ટીમના કેપ્ટન બનાવવા પર ચર્ચા ચાલી રહી છે પરંતુ તેની વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહીની સ્થિતિમાં તેને નુકસાન વેઠવું પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post શ્રીલંકાની ટેસ્ટ ટીમનો કેપ્ટન મુશ્કેલીમાં, પોલીસે કરી ધરપકડ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/sri-lanka-test-captain-karunaratne-charged-with-drink-driving/
via Best Gujarati News
0 Comments