કેપ્ટન ધોનીના બેટે કર્યો ચમત્કાર, ચેન્નઈને સમ્માનજનક સ્કોરે પહોંચાડ્યું
પ્રારંભિક ધબડકા બાદ ધોનીની કેપ્ટન ઇનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ બેટિંગ કરતાં પાંચ વિકેટ ગુમાવી 175 રન બનાવ્યા હતા. ચેન્નઈનો 15 ઓવર સુધી સ્કોર 99 રન હતો પરંતુ અંતિમ પાંચ ઓવરમાં ધોનીએ બ્રાવો અને જાડેજા સાથે મળી 76 રન ઝૂડયા હતા. તેમાં પણ છેલ્લી ત્રણ ઓવરમાં 60 રન ફટકાર્યા હતા. જેને કારણે એક સમયે ચેન્નઈનું 150 રનના સ્કોરે પહોંચવું પણ મુશ્કેલ લાગી રહ્યું હતું તેના સ્થાને ટીમનો સ્કોર ૧૭૫ રન થયો હતો.
ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને રાજસ્થાન રોયલ્સના જોફ્રા આર્ચેરે અંબાતી રાયડુને આઉટ કરી એક રનના સ્કોરે પ્રથમ ઝટકો આપ્યો હતો. ચેન્નઈ હજુ સેટ થાયતે પહેલાં સ્ટોક્સે વોટસનને અને ધવલ કુલકર્ણીએ કેદાર જાધવને આઉટ કરતાં 27 રનના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
દબાણમાં આવી ગયેલી ચેન્નઈને કેપ્ટન ધોની અને સુરેશ રૈનાએ સંભાળવાનો પ્રયાસ કરતાં 61 રનની ભાગીદારી નોંધાવી હતી. રૈના 36 રન બનાવી જયદેવ ઉનડકટનો શિકાર બન્યો હતો. ધોની અને બ્રાવોએ ત્યારબાદ પાંચમી વિકેટ માટે ૫૬ રન જોડયા હતા. 18મી ઓવરમાં ધવલ કુલકર્ણીની ઓવરમાં 24 રન ઝૂડી ટીમનો સ્કોર 140 રનની પાર પહોંચાડી દીધો હતો. બ્રાવો 27 રન બનાવી આઉટ થયા બાદ ધોનીએ પોતાની 21મી આઈપીએલ અડધી સદી ફટકારતાં ટીમનો સ્કોર પાંચ વિકેટે 175 રને પહોંચાડયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post કેપ્ટન ધોનીના બેટે કર્યો ચમત્કાર, ચેન્નઈને સમ્માનજનક સ્કોરે પહોંચાડ્યું appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/csk-vs-rr-in-chennai-dhoni-slams-fifty/
via Best Gujarati News
0 Comments