વૉર્નર-બેયરસ્ટો અને નબીનાં વાવાઝોડામાં ઉડ્યું બેંગલોર, કોહલીની ટીમનો શરમજનક પરાજય
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ હૈદરાબાદમાં રમાયેલી IPLની આજની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે વિરાટ કોહલીની બેંગલોર રોયલ ચેલેન્જર્સને 118 રને માત આપી છે. પહેલી બેટિંગ કરતા હૈદરાબાદે જૉની બેયરસ્ટો અને ડેવિડ વૉર્નરની ધમાકેદાર સદીની મદદથી બેંગલોર સામે 232 રનનો પહાડ જેવા લક્ષ્યાંક મુક્યો હતો. જૉની બેયરસ્ટોએ 56 બૉલમાં 114 અને ડેવિડ વૉર્નરે અણનમ 55 બૉલમાં 100 રન બનાવ્યા હતા. હૈદારાબાદે 20 ઑવરમાં 2 વિકેટે 231 રન બનાવ્યા હતા. બેંગલોરનાં બૉલરનો છોતરા ઉખાડતા બંને ઑપનર્સે 185 રનની ભાગેદારી કરી હતી. બેંગલોર તરફથી માત્ર યુઝવેન્દ્ર ચહલ એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો, તો વિજય શંકરને હેટમાયરે પાર્થિવનાં હાથે રનઆઉટ કરાવ્યો હતો.
232 રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગલોર રૉયલ ચેલેન્જર્સની શરૂઆત ખરાબ રહી હતી અને 13 રનનાં સ્કોર પર પાર્થિવ પટેલ આઉટ થયો હતો. ત્યારબાદ સમયાંતરે વિકેટ પડતી રહી હતી અને બેંગલોરનો એક પણ બેટ્સમેન હૈરદરાબાદ સામે ટકી શક્યો નહો. વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ પણ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા નહોતા. બેંગલોર તરફથી સૌથી વધુ કૉલિન ડે ગ્રાન્ડહૉમે 37 રન બનાવ્યા હતા. તો યુવા પ્રયાસ બર્મને 19 અને ઉમેશ યાદવે 14 રનનું યોગદાન આપ્યું હતુ.
હૈદરાબાદ તરફથી મોહમ્મદ નબીએ 4 ઑવરમાં 11 રન આપીને 4 વિકેટ ઝડપી હતી અને મોઇન અલીને રન આઉટ કરાવ્યો હતો. આ ઉપરાંત સંદીપ શર્માએ 2 વિકેટ ઝડપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post વૉર્નર-બેયરસ્ટો અને નબીનાં વાવાઝોડામાં ઉડ્યું બેંગલોર, કોહલીની ટીમનો શરમજનક પરાજય appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/hyderabad-beat-bangalore-by-118-runs/
via Best Gujarati News
0 Comments