આ રીતે બનાવો ખુબજ સ્વાદિષ્ટ અને ગરમીમાં રાહત આપે તેવી કાચી કેરીની ચટણી
જમવાના શોખીન લોકો માટે ચટણીનો સ્વાદ ખુબજ મહત્વનો રહેલો છે. જમવાની સાથે જો ચટણી મળી જાય તો સમજો કે રસોઈનો સ્વાદ જ બેવડાઈ જાય છે. હવે ગરમીની શરૂઆત થઈ ચુકી છે. કેરી આવવાનું શરૂ થઈ ગઈ છે તો આજે આપણે કેરીની સ્વાદિષ્ટ ચટણી બનાવતા શીખીશુ.
કેરીની ચટણી બનાવવા જોશે સામગ્રી
2 કેરી, ફુદીનાના પાન, 1 લીલું મરચું, 1 લાલ શુકુ મરચું. અડધી ચમચી મેથીના દાણા, અડધી ચમચી રાઈ, અડધી ચમચી રાઈ, હળદર, મરચા પાવડર, મીઠું, એક ચમચી ખાંડ, પાણી જરૂરિયાત મુજબ.
કેરીની ચટણી બનાવવાની પદ્ધતિ
એક પેનમાં ધીમી આંચ પર તેલ ગરમ કરો, તેલમાં લાલ મરચુ, મેથીના દાણા, રાઈ નાંખીને શેકીલો. તેમાં હળદર, મરચું, મીઠું ફુદીનો નાંખી દો, પાણી ખાંડ નાંખીને ઘાટુ થવાદો હવે તેમાં કેરીના ટુકડાઓ નાંખી દો.
મિક્સરમાં આ મિશ્રણને ક્રશ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ કાચી કેરીની ચટણી. આ ચટણીને તમે 4થી 5 દિવસ ફ્રીજમાં રાખી શકો છો. આ ચટણીને તમે નાસ્તામાં લંચમાં કે ડીનરમાં જમવાની સાથે ખાઈ શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post આ રીતે બનાવો ખુબજ સ્વાદિષ્ટ અને ગરમીમાં રાહત આપે તેવી કાચી કેરીની ચટણી appeared first on Sandesh.
from Lifestyle – Sandesh http://sandesh.com/how-to-make-very-testy-raw-mango-chutney-recipe/
via Best Gujarati News
0 Comments