2019ના નાણાંકીય વર્ષની શરૂઆતમાં શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે તીવ્ર વધારા સાથે જોવા મળ્યું છે. જેમાં આજે શેરબજારમાં નવી ટોચ જોવા મળી છે. સોમવારે, સેન્સેક્સ પ્રથમ વખત 39 હજારના સ્તરે પહોંચી ગયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 185.97 પોઈન્ટ વધીને 38,858.88 પોઇન્ટ વધ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 416 પોઇન્ટ વધીને 11,665.20 પર ખૂલ્યો હતો.

આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે વ્યાજના દરોમાં ઘટાડો કરવાના રિઝર્વ બેન્કના નિર્ણય દ્વારા રોકાણકારો ઉત્સાહિત છે. હકારાત્મક વિદેશી સિગ્નલો અને સ્થાનિક ચલણ, મજબૂત રીતે બજારને સમર્થન આપે છે અને તે ખૂબ જ શ્રેષ્ઠ હોવાનું માનવામાં આવે છે. સવારે જ્યારે સેન્સેક્સ 335 પોઇન્ટના ઉછાળા સાથે 39,000 ની સપાટીએ પહોંચ્યો ત્યારે આશરે 10:18 વાગ્યા હતા, નિફ્ટી પણ રેકોર્ડ ઊંચાઇએ 11,700 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે સેન્સેક્સ 9 ઓગસ્ટ, 2018 ના રોજ પ્રથમ વખત, 38,000 ના ઉપર ગયો હતો.

શેરબજારમાં સેન્સેક્સની શરૂઆતમાં વેપારમાં ટાટા મોટર્સ, વેદાંત લિમિટેડ, ટાટા સ્ટીલ, એલટી, આઇસીઆઇસીઆઇ બેન્ક, એમએન્ડએમ, ભારતી એરટેલ, એચસીએલ ટેક, ઇન્ફોસિસ, હિરો મોટો કોર્પ, એસબાઇએન, મારુતિ, ટીસીએસ, એશિયન પેઇન્ટ્સ, હિંદુસ્તાન યુનિલિવર, સન ફાર્મા, એચડીએફસી બેન્ક, એચડીએફસી, આઇટીસી, બજાજ ઓટો અને રિલાયન્સના શેર, એક્સિસ બેન્ક, પાવર ગ્રીડ, યસ બેન્ક, કોટક બેન્ક, ઇન્ડિસિંડ બેન્ક, એનટીપીસી, કોલ ઇન્ડિયા, ઓએનજીસીના શેરો લાલ અંકમાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ પ્રથમ વખત 39,000 ને ક્રોસ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/today-live-01-april-2019-sensex-and-nifty-gains/
via Best Gujarati News

0 Comments