IPL: ઋષભ પંતના ઑડિયો પર વિવાદનો મધપૂડો છંછેડાયો, લલિત મોદીએ ટ્વિટ કરી કહ્યું કે…
IPLની હાલની સીઝનની 10મી મેચ અચાનક વિવાદોની તરફ આગળ વધી ગઇ છે. 30મી માર્ચના રોજ દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ની વચ્ચે ફિરોઝ શાહ કોટલા ગ્રાઉન્ડ પર રોમાંચક મેચ જોવા મળી. કેકેઆર એ આ મેચમાં દિલ્હી કેપિટલન્સને 186 રનનો મોટો ટાર્ગેટ આપ્યો, પરંતુ મુકાબલો ટાઇ થઇ ગયો. આખરે સુપર ઓવરમાં દિલ્હી એ બાજી મારી.
આ મુકાબલો એક બાજુ તો સુપર ઓવરના લીધે ચર્ચામાં રહ્યો તો બીજીબાજુ ઋષભ પંતનો એક વીડિયો વાયરલ થયો. તેમાં તે વિકેટની પાછળ ઉભો રહી કંઇક એવું બોલતા સંભળાયો, તેના લીધે વિવાદ થયો. તેનો અવાજ સ્ટમ્પ માઇકમાં કેદ થઇ ગયો.
સોશિલય મીડિયામાં વાયરલ વીડિયોમાં પંતને કહેતા સાંભળી શકાય છે – આ તો આમેય ચોગ્ગો છે. પંત આવું ત્યારે કહેતો નજર આવે છે જ્યારે મુકાબલો ચોથી ઓવરમાં હતો અને કેકેઆરનો રૉબિન ઉથપ્પા બેટિંગ કરી રહ્યો હતો, જ્યારે સંદીપ લામિછાન બોલિંગ કરી રહ્યો હતો. ત્યારે સંદીપના આગળના બોલ પર ઉથપ્પા એ ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ સોશિયલ મીડિયા પર એ કહેતો વીડિયો શેર થવા લાગ્યો હતો કે મેચ ફિક્સ હતી.
is this a #joke or cannot believe this. #matchfixing to the highest order. when will @iplt20 @bcci.tv @icc @bcci.cricket ever wake up. #shameful
that all officials really dont care pic.twitter.com/kjBdHhvD3s
— Lalit Kumar Modi (@LalitKModi) April 1, 2019
જો કે બીસીસીઆઈ એ આ આખા મામલાને નકારી દીધો. તેમણે કહ્યું કે આ ખોટું છે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે પંતે પોતાના આ વાકયની (આ તો આમેય ચોગ્ગો છે) પહેલાં શું કહ્યું હતું તે કોઇએ સાંભળ્યું નહીં. જો કે તે કેપ્ટન શ્રેયસ ઐય્યર સાથે ઓફ સાઇડ પર ફિલ્ડર વધારવાની વાત કરી રહ્યો હતો, જેથી કરીને ચોગ્ગા બચાવી શકાય.
બીજીબાજુ આઇપીએલના પૂર્વ પ્રમુખ લલિત મોદી એ પણ ટ્વિટ કરી ફિક્સિંગનો અંદેશો આપ્યો છે. તેમણે દિલ્હી કેપિટલ્સના વિકેટકિપર ઋષભ પંતનો એક વીડિયો ટ્વીટ કર્યો, તેમાં પંત કહી રહ્યો છે કે આ તો આમેય ચોગ્ગો છે અને આગળના જ બોલ પર ચોગ્ગો લાગે છે.
લલિત મોદીએ ટ્વીટ કરીને શું આ મજાક છે હું તેના પર વિશ્વાસ કરી શકતો નથી. આટલા મોટા લેવલ પર મેચ ફિક્સિંગ. બીસીસીઆઈ અને આઇપીએલ મેનેજમેન્ટ કયારે જાગશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post IPL: ઋષભ પંતના ઑડિયો પર વિવાદનો મધપૂડો છંછેડાયો, લલિત મોદીએ ટ્વિટ કરી કહ્યું કે… appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/ipl-former-chief-lalit-modi-tweet-on-rishabh-pants-audio/
via Best Gujarati News


0 Comments