IPL 2019: મનીષ પાંડે એક જ બોલ પર બે વખત આઉટ, ના હોય, આવું કંઇ રીતે બન્યું?
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 45મી મેચમાં જ્યારે રાજસ્થાનની ટીમ હૈદ્રાબાદ જેવી મજબૂત ટીમની વિરૂદ્ધ ઉતરી તો કોઇને આશા નહોતી કે હૈદ્રાબાદ આ મેચ આટલી સરળતાથી ગુમાવી દેશે. આ મેચમાં હૈદ્રાબાદના બેટસમેને રાજસ્થાનની ખરાબ ફિલ્ડિંગ છતાંય રન બનાવામાં ઘણી મુશ્કેલીઓ પડી. ટીમ માટે માત્ર મનીષ પાંડે જ ચાલી શકયા. તેની શ્રેષ્ઠ 61 રનની ઇનિંગ્સના લીધે ટીમ 155 રનના સ્કોર સુધી પહોંચી શકયું. મનીષની ઇનિંગ્સનો અંત રોમાંચક રહ્યો અને તે એક જ બોલ પર બે રીતે આઉટ થઇ ગયા.
હૈદ્રાબાદ પોતાની આદત પ્રમાણે શરૂઆત કરી શકયું નહીં
હાદ્રાબાદની ઇનિંગ્સ આ વખતે જૉની બેયરસ્ટૉની અનુપસ્થિતિમાં ડેવિડ વૉર્નરની સાથે કેન વિલિયમસને કરી હતી. પરંતુ વિલિયમસન શ્રેયસ ગોપાલની ગુગલીને સમજી ના શકયા અને ચોથી ઓવરમાં જ 13 રન બનાવી બોલ્ડ થઇ ગયા. પરંતુ પાછળની જ મેચમાં શાનદાર વાપસી કરનાર મનીષ પાંડે આ વખતે શ્રેષ્ઠ ઇનિંગ્સ રમ્યા.
Caught or stumped? Or Both? https://t.co/ZAzv9xhex0 via @ipl
— gujjubhai (@gujjubhai17) April 27, 2019
પાંડે એ 27 બોલમાં જ્યારે પોતાના 50 રન પૂરા કર્યા ત્યારબાદ 15મી ઓવરમાં શ્રેયસ ગોપાલના છેલ્લા બોલ પર બે વખત આઉટ થઇ ગયો તેના પર ડ્રામા પણ થયો. જી હા આ બોલ પર પાંડે ઓફ સાઇડમાં કટ મારવાની કોશિષ કરી પરંતુ બોલ વિકેટની પાછળ ગયો અને પાંડે લડખડાયો. ત્યારબાદ તરત જ સંજૂ સૈમસેન એ પાંડેને સ્ટમ્પ કરવાની અપીલ કરી દીધી અને સ્કવાયર લેગ એમ્પાયરે થર્ડ એમ્પાયરની તરફ ઇશારો કરી દીધો. રિપ્લેમાં સ્પષ્ટ દેખાય છે કે બોલ પાંડેના બોલને લાગી દિશા બદલતા સંજૂ સેમસનની પાસે ગયો. તેની સાથે જ સ્ટંપિંગમાં પણ પાંડે આઉટ દેખાયો. સંજૂનો ટાઇમિંગ ખૂબ જ લાજવાબ નીકળ્યો. પરંતુ પહેલાં કેચ થઇ ગયો હતો તો પાંડેને કોટ બિહાઇન્ડ ગણાવ્યો. પરંતુ આખો કિસ્સો બે વખત થવા પર નોંધાઇ તો ગયો.
આ આખી ઘટનામાં સૌથી હેરાન કરનાર વાત એ રહી કે સંજૂ સેમસન એ કેચની અપીલ કરી નહોતી. તો શ્રેયસ ગોપાલ પણ કંઇક કન્ફયુઝ દેખાયો. પરંતુ રિપ્લે બાદ સ્થિતિ સ્પષ્ટ થઇ અને કેચ આઉટનો નિર્ણય કરાયો. પાંડે એ 36 બોલ પર 61 રન બનાવી પેવેલિયન પાછો જતો રહ્યો.
પંડે એ પોતાની ઇનિંગ્સમાં 9 ચોગ્ગા ફટકારી, પાંડે બાદ ડેવિડ વાર્નર અને પછી રાશિદ ખાને સૌથી વધુ (17 રન)ની ઇનિંગ્સ રમ્યા. ત્યારબાદ વિલિયમસન (13)નો નંબર રહ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post IPL 2019: મનીષ પાંડે એક જ બોલ પર બે વખત આઉટ, ના હોય, આવું કંઇ રીતે બન્યું? appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/watch-caught-or-stumped-strange-manish-pandey-dismissal-leaves-umpires-scratching/
via Best Gujarati News
0 Comments